સુરત: ભેસ્તાન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, સ્ટાફના પોલીસ જવાનોને મળેલ ગુપ્ત બાતમીના આધારે અભય જનાર્દન યાદવ, મુસ્કાન અકીલ આસનરી, ખુશી રજિત પાંડે, અરમાન ઉર્ફે ચોટલી અખ્તરખાન પઠાણ, રૂબી અજય વિશ્વકર્મા, અસ્ફાક નઝર ખાન અને મોહમ્મદ જુનેદ અલ્તાફ હુસૈન કડિયાની ધરપકડ કરવામાં આવી હતી.
બે લોકો વોન્ટેડ: પોલીસે આરોપીઓ પાસેથી રૂ.36,600ની કિંમતનો 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ નંગ-6, બે ફોર વ્હીલર અને રોકડ સહિત કુલ રૂ.25.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન બે લોકોને વોન્ટેડ દર્શાવાયા હતા જેમણે કાલુ વારજી અને સમીર પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી હતી.
સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા: સોશિયલ મીડિયા દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેની માહિતી આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર ડીએમ દેસાઈએ જણાવ્યું હતું કે, સાતેય આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને એક દિવસ પહેલા જ આરોપી જુનૈદ આવ્યો હતો. તેનો જન્મદિવસ હતો અને તેઓ તેને મળવાના હતા તે પહેલા જ પોલીસે તેમને પકડી લીધા હતા.
નાનો હિસ્સો તે પોતાની પાસે રાખતો હતો: એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, જુનેદ અને અભય બંને મુખ્ય આરોપી છે. જુનેદ ઉપર છ મહિના પહેલા સુરત શહેરના રાંદેર પોલીસ મથકમાં એનટીપીએસની ફરિયાદ થઈ ચૂકી છે. બંને આરોપીઓએ ડ્રગ્સ વેપાર અન્ય લોકોમાં ફેલાવ્યો હતો. અભય ડ્રગ એડિક્ટ છે.
તે ડ્રગ્સનો એક નાનો હિસ્સો તે પોતાની પાસે રાખતો હતો અને બાકીનો ભાગ વેચતો હતો.
ડ્રગ્સ કોની પાસેથી લાવતા તે તપાસનો વિષય: તેઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી સ્થાનિક કક્ષાએ કામ કરતા હતા અને કોની પાસેથી આ ડ્રગ્સ લઈને આવતા હતા તે હવે તપાસનો વિષય છે. તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ પોલીસે આરોપીઓના રિમાન્ડ ન સ્વીકારતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.