સુરત : પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષની બાળકી ગુમ થવાને મામલો બાળકી હેમખેમ મળી આવતા પોલીસ વિભાગ અને બાળકીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે બાળકી શોધવા માટે 100 થી વધુ પોલીસ કર્મચારીઓને તપાસમાં લગાવ્યા હતા. હાલ નિયમ પ્રમાણે પરિવાર અને બાળકી બંને પોલીસ સ્ટેશનમાં છે અને બાળકીનું મેડિકલ કરવા માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે.
3 વર્ષની બાળકી ગુમ થઈ : સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષની બાળકી ગુમ થવાનો મામલો બાળકી હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. આ બાબતે સુરત પોલીસ DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, પાંડેસરા વિસ્તારમાં આવેલ હાઉસિંગ પાસે રાજરત્ન સોસાયટી પાસેથી સૌમ્યા નામની ત્રણ વર્ષની બાળકી આજે સવારે ગુમ થઈ ગઈ હતી. એ પહેલા સવારે 10 વાગે ઘરની લાઈટ જતી રહી હતી.
પોલીસ વિભાગ તપાસમાં જોડાયો : માતા બાળકી અને તેમનો 5 વર્ષના મોટા પુત્રને હાથમાં મોબાઈલમાં કવિતા ચાલુ કરીને ઘરની નીચે સમાન લેવા માટે ગઈ હતી. આ સમય દરમિયાન જ બાળકી ઉપરથી નીચે ઉતરીને ક્યાંક જતી રહી હતી. માતાએ અને આસપાસના લોકોએ તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં અંતે પરિવારે 12:30 વાગ્યાની આસપાસ પાંડેસરા પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યાં તાત્કાલિક પાંડેસરા પોલીસનો કાફલો પહોંચ્યો હતો.
બાળકીની તપાસ શરૂ થઈ : પાંડેસરા પોલીસના 100 થી વધુ પોલીસ કર્મચારીઓએ બાળકીને શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી દીધી હતી. સાથે જ સોસાયટીના વ્હોટ્સ એપ ગ્રુપ અન્ય સોશિયલ મીડિયા ગ્રુપમાં બાળકીનો ફોટો મૂકી શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. બીજી બાજુ 6 થી 8 પોલીસ કર્મચારીઓએ CCTV ફૂટેજની મદદથી બાળકીની શોધખોળ પણ હાથ ધરી હતી. સાથે જ માઈક દ્વારા એલાઉસ કરીને પણ બાળકી વિશે માહિતી આપતા હતા.
આખરે ખુશીના સમાચાર : ત્યાં જ અભિષેક દુબે નામના વ્યક્તિ, જેઓ કરિયાણાની દુકાન ચલાવે છે, તેઓ આ અનાઉન્સ સાંભળી અમને જાણ કરી હતી કે, બાળકી અમારી દુકાનમાં બેસી છે. આ રીતે બે કલાકની અંદર જ બાળકી સહી સલામત મળી આવી હતી. હાલ નિયમ પ્રમાણે પરિવાર અને બાળકી બંને પોલીસ સ્ટેશનમાં છે અને બાળકીનું મેડિકલ કરવા માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે.