ETV Bharat / state

Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીને દીપડાથી બચાવવા માટે સુરત વન વિભાગનું રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ - Bharat Jodo Nyay Yatra

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને સુરત વન વિભાગ ચોકન્નું બન્યું છે. રાહુલ ગાંધીને દીપડાથી બચાવવા માટે તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે. વાત શું છે જાણો અહેવાલમાં.

Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીને દીપડાથી બચાવવા માટે સુરત વન વિભાગનું રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 2:08 PM IST

સુરત: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે સુરત અને તાપી જિલ્લામાં પહોંચવાના છે. તે પહેલા પોલીસ વિભાગની સાથોસાથે વન વિભાગ પણ એલર્ટ પર છે. સુરક્ષા બંદોબસ્ત માટે જ્યા પોલીસ એલર્ટ છે. ત્યારે રાહુલ ગાંધી જે વિસ્તારમાં રાત્રિ રોકાણ કરવાના છે તે જ વિસ્તારમાં દીપડાના ભયને ધ્યાનમાં રાખીને વન વિભાગના અધિકારીઓએ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી વન જીવો પર ચાંપતી નજર રાખી છે. એટલું જ નહીં, રેસ્ક્યુ ટીમ પણ બનાવવામાં આવી છે.

તંત્ર એલર્ટ પર : છેલ્લા 15 વર્ષમાં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાના હુમલાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે તાપી અને સુરત જિલ્લામાં પહોંચવાના છે. રાહુલ ગાંધીની મુલાકાત માટે કાયદો અને વ્યવસ્થા માટે જ્યાં પોલીસ સજ્જ છે. ત્યારે વહીવટીતંત્રમાં વધુ એક મુદ્દો છે જેના કારણે તંત્ર એલર્ટ પર છે. મુદ્દો બીજું કંઈ નહીં પણ દીપડાના ભયનો છે. માંડવી તાલુકાના જે ગામમાં રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે, ત્યાં વનવિભાગ ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી રહ્યું છે, જેની પાછળનું કારણ એ છે કે દીપડો ગમે ત્યારે આ વિસ્તારમાં આવી શકે છે.

આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ : આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષમાં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ સુરત જિલ્લામાં ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોમાં 100થી વધુ દીપડા છે. છેલ્લા કેટલાક દિવસોથી માંડવી અને માંગરોળ વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ દીપડાઓ જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી માંડવી તાલુકાના કાટવાયો ગામમાં રાત્રી રોકાણ કરશે.ખુલ્લી જગ્યામાં ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. આવી સ્થિતિમાં દીપડો આજુબાજુના વિસ્તારોમાં ભટકી જાય તેવી દહેશત વન વિભાગને સતાવી રહી છે. આથી વન વિભાગની આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરે છે.

વન વિભાગ શું કાળજી લઈ રહ્યો છે: રાહુલ ગાંધીની યાત્રાને ધ્યાનમાં રાખી વન વિભાગના એક ફોરેસ્ટર, બે બીટ ગાર્ડ, ચાર વનકર્મી,પાંજરૂ તેમજ વન્યપ્રાણીઓને પકડવામાં ઉપયોગ લેવાતા અલગ અલગ સાધનો લઈ અધિકારીઓ સજ્જ છે.

રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ : માંડવી તાલુકાના આરએફઓ વંદાભાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંડવી તાલુકાના પદયાત્રાને લઇને વન વિભાગની ટીમ સતર્ક છે. આ વિસ્તારમાં દીપડાઓના આંટાફેરાને લઈને અમારા વિભાગ દ્વારા રેસ્ક્યુ ટીમ પણ બનાવવામાં આવી છે. જે જગ્યાએ રાહુલ ગાંધી રોકાણ કરવાના છે એ જગ્યાએ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવશે અને વન્યજીવો પર નજર રાખવામાં આવશે.

  1. Bharat Jodo Nyaya Yatra: નર્મદા પહોંચી ભારત જોડો ન્યાય યાત્રા, રાહુલ ગાંધીને મળવા જનમેદની ઉમટી
  2. Surat News : માંગરોળ તાલુકા દીપડાનો ખેડૂત પર હુમલો, ઘરમાં ઘૂસી જતાં નાસભાગ મચી વનવિભાગે માંડ પકડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.