ETV Bharat / state

Surat News : માંડવી તાલુકા પંચાયત સભામાં હોબાળો, વિરોધ પક્ષના સભ્યોનું શાસક પક્ષ પર આક્ષેપો કરી વોક આઉટ - માંડવી

સુરત જિલ્લાની માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિરોધપક્ષના સભ્યોએ શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વોક આઉટ કર્યું હતું. વિરોધ પક્ષના હાજર તમામ સભ્યો સૂત્રોચ્ચાર સાથે સામાન્ય સભામાંથી નીકળી ગયા હતાં.

Surat News : માંડવી તાલુકા પંચાયત સભામાં હોબાળો, વિરોધ પક્ષના સભ્યોનું શાસક પક્ષ પર આક્ષેપો કરી વોક આઉટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 4:55 PM IST

શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો

સુરત : માંડવી તાલુકા પંચાયતની સામાન્યસભામાં વિરોધપક્ષના સભ્યો દ્વારા વિરોધપક્ષના સભ્યોને અન્યાય કરવા ઉપરાંત શાસકપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો સાથે વોક આઉટનો નિર્ણય લઈ વિરોધપક્ષના હાજર તમામ સભ્યો સૂત્રોચ્ચાર સાથે બહાર નીકળી ગયા હતાં. જેને લઇને માંડવી તાલુકાનું રાજકારણ ગરમાયુ હતું અને ચર્ચાનો વિષય બન્યો હતો.

આયોજન મંજૂરી બાબતે વિરોધ : મળતી માહિતી મુજબ માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યસૂચિના પાંચ કામો સાથે સામાન્યસભા મળી હતી. જેમાં વિરોધપક્ષ દ્વારા 2024-25ના 15માં નાણાપંચનું તાલુકા કક્ષાના 20 ટકા આયોજન મંજૂરી બાબતે વિરોધ કર્યો હતો.

કામ પૂર્ણ બતાવી નાણાં ઉપાડી લીધાં : વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે શાસકપક્ષના 15 તથા વિરોધપક્ષના 9 સભ્યો ચૂંટાયેલા છે. જેમાં વિરોધપક્ષના તમામ સભ્યોને 20 ટકા તાલુકા કક્ષાના આયોજનમાંથી બાકાત રખાયા છે. વહીવટી પ્રક્રિયાના અમલ વગર જ 15મું નાણાપંચના 3 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ચોરંબામાં બે આવાસો બનાવ્યા વગર જ કામ પૂર્ણ બતાવી નાણાં ઉપાડી લેવામાં આવ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતાં.

પાંચ દિવસમાં રિપોર્ટ : જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આયોજન સમિતિના તમામ અપેક્ષિત સભ્યોની હાજરીમાં તાલુકાના તમામ સરપંચોની હાજરીમાં 15માં નાણાપંચના 20 ટકા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ચોરંબા આવાસ બાબતે અધિકારીએ સ્થળ તપાસ કરી સામાન્યસભા પૂર્ણ થતા પાંચ દિવસમાં રિપોર્ટ આપવાની ખાત્રી આપી હતી.

આવેદનપત્ર આપી વિરોધ કરશે : આમ માંડવી તાલુકા પંચાયતની સામાન્યસભાનું વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ વિરોધપક્ષ વોક આઉટ કરી સામાન્યસભા છોડી સૂત્રોચ્ચાર સાથે રવાના થયા હતાં. ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધને લઇને માંડવી તાલુકાનું રાજકારણ ગરમાયુ હતું અને ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આગામી દિવસોમાં તાલુકા કોંગ્રેસ આવેદનપત્ર આપી વિરોધ કરે તેવી શક્યતાઓ છે.

  1. Surat News : માંડવીમાં વીજ પોલ ઊભા કરતાં 7 કામદારોને કરંટ લાગ્યો, સાંસદે બેદરકારી સામે આંગળી ચીંધી
  2. Gujarat Congress : ગારીયાધારમાં ગુજરાત કોંગ્રેસનું સંમેલન, જેસર સહિતના વિસ્તારના ભાજપ સભ્યો કોંગ્રેસમાં જોડાયાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.