ETV Bharat / state

Beach festival at Suvali : સુંવાલી બીચ ફેસ્ટીવલનું ભવ્યાતિભવ્ય આયોજન, આ બે દિવસ માણો સાંસ્કૃતિક કાર્યક્રમો - સાંસ્કૃતિક કાર્યક્રમો

આગામી 24 અને 25મી ફેબ્રુઆરીના રોજ સુંવાલી ખાતે બીચ ફેસ્ટીવલનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. બે દિવસીય બીચ ફેસ્ટીવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે 24મીને શનિવારે સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે.

Beach festival at Suvali : સુંવાલી બીચ ફેસ્ટીવલનું ભવ્યાતિભવ્ય આયોજન, આ બે દિવસ માણો સાંસ્કૃતિક કાર્યક્રમો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 5:00 PM IST

સુરત : હરવા-ફરવાના શોખીન સુરતીઓ માટે પાલિકા ડુમસ બીચ ડેવપલ કરી રહી છે. ત્યારે ડુમસની સાથે સાથે ચોર્યાસી તાલુકાના સુંવાલી બીચને પણ વિક્સાવવા માટે તંત્રે કવાયત હાથ ધરી છે. આગામી ટૂંક સમયમાં સુંવાલી બીચને. અંદાજિત 48 કરોડના ખર્ચે વિકસાવાશે. આ માટે સુડાએ 10 કરોડ મંજૂર કર્યા છે, જ્યારે તબક્કાવાર રીતે ત્રણ વર્ષમાં સુંવાલી બીચ વિકસાવાશે. આ વખતે બીચ ફેસ્ટીવલમાં 24મીને શનિવારે સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો માણવા મળશે.

પ્રાથમિક સુવિધાઓ ઊભી કરાઇ રહી છે : 2017-18 પછી ફરી એકવખત સુંવાલી ખાતે બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. 6 વર્ષ પહેલાં દિવાળી વેકેશનમાં યોજાયેલા બીચ ફેસ્ટીવલનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તે સમયે સુંવાલી બીચ સુધી જવાની પર્યાપ્ત સુવિધા પણ ન હતી. પરંતુ હવે તો સુંવાલી સુધી 7 કરોડના ખર્ચે 10 મીટર પહોંળો રસ્તો બનાવી દેવાયો છે. તેવી જ રીતે ત્યાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

24મીને શનિવારે સાંજે કીર્તિદાન ગઢવી
24મીને શનિવારે સાંજે કીર્તિદાન ગઢવી

સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન : સુંવાલીની આસપાસના લોકોને રોજગારી મળે અને ફરવાના શોખિન સુરતીઓને ફરવા માટે વધુ એક સ્થળ મળે તે માટે બીચને ડેવલપ કરાશે. જે અંતર્ગત આગામી 24 અને 25 મી ફેબ્રુઆરીના રોજ સુંવાલી બીચ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. બીચ ફેસ્ટીવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરાયું છે.

પ્રવાસનને પ્રોત્સાહન : રાજ્યના વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે અમે સર્કિટ હાઉસ ખાતે બેઠક પરની યોજી હતી અને પૂર્વ તૈયારીઓ તેમજ સુચારુ આયોજન અંગે અલગ અલગ વિભાગના કામગીરી તેમજ દિશા નિર્દેશ આપ્યા છે. આ આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન સહિત અન્ય જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં ઘૂડસવારી, ક્રાફ્ટ સ્ટોલ, ઊંટ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર જેવા અનેક આકર્ષણો લોકોને જોવા મળશે. તેમજ હરવા ફરવાની સાથે ખાણીપીણીનો આનંદ પણ લોકો માંડી શકશે.. સુવાલી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ ફેસ્ટિવલ કરવામાં આવી રહ્યો છે.

ખાણીપીણીની સાથે વિવિધ રાઈડની મોજ : સામાન્ય દિવસોમાં શનિવાર અને રવિવારની રજામાં સુરતીઓ ફરવા માટે ડુમસ, સુંવાલી કે ઊભરાટ બીચ પર ઊમટી પડે છે. ત્યારે 24 અને 25મીએ સુંવાલી ખાતે બીચ ફેસ્ટીવલ તો યોજાશે, પરંતુ ખાવાના શોખિન સુરતીઓ ફરવાની સાથે અહીંયા ખાણી-પીણીની પણ મોજ માણી શકશે. અહીંયા ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુંને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ મૂકાશે. આ ઉપરાંત બાળકો ઘોડા અને ઊંટની સવારીથી માંડીને બાઈક રાઈડ્સની મજા પણ માણી શકશે.

  1. Banaskantha News : ગાયક કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે અંબાજી મંદીરે ધ્વજા ચડાવી, જુઓ વીડિયો
  2. Water Sports Safety : વડોદરા દુર્ઘટના બાદ દીવ બીચ પર વોટર સ્પોર્ટ રિયાલિટી ચેક, શું છે હકીકત જૂઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.