ETV Bharat / state

ભત્રીજાએ લાકડીના ફટકા મારી કાકાને ઉતાર્યો મોતને ઘાટ, ભત્રીજા પર આ કારણે થયું હતું હત્યાનું ભૂત સવાર - Surat Murder Case

સુરત જિલ્લાના પીપોદરા જીઆઈડીસીમાં કૌટુંબિક કાકાએ ભત્રીજાની પત્ની સાથે છેડછાડ કરતા ભત્રીજાએ કાકાને લાકડાના ફટકા મારી લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે હત્યારા ભત્રીજાને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જાણો સંપૂર્ણ મામલો. Surat Murder Case

માંગરોળના પીપોદરા ગામે ભત્રીજાએ લાકડીના ફટકા મારી કાકાને ઉતારી દીધા મોતને ઘાટ ,જાણો શું કારણ
માંગરોળના પીપોદરા ગામે ભત્રીજાએ લાકડીના ફટકા મારી કાકાને ઉતારી દીધા મોતને ઘાટ ,જાણો શું કારણ (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 12:58 PM IST

Updated : Jun 24, 2024, 2:31 PM IST

માંગરોળના પીપોદરા ગામે ભત્રીજાએ લાકડીના ફટકા મારી કાકાને ઉતારી દીધા મોતને ઘાટ (etv bharat gujarat)

સુરત: કાકા - ભત્રીજાના પારિવારિક સંબધને લાંછન લગાડે તેવી ઘટના સુરત જિલ્લામાં બની છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે વિશ્વ કર્માં નગરમાં જય માતાજી ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરતા શિવ પૂજન નિષાદ નામના ઇસમને પોતાના કાકા શિલ્લુ નિષાદની જ હત્યા કર્યાનો બનાવ બન્યો હતો.

કાકા - ભત્રીજાના પારિવારિક સંબધને લાંછન લગાડે તેવી ઘટના સુરત જિલ્લામાં બની છે
કાકા - ભત્રીજાના પારિવારિક સંબધને લાંછન લગાડે તેવી ઘટના સુરત જિલ્લામાં બની છે (etv bharat gujarat)

વાસ્તવમાં શું થયું હતું? વાત એમ છે કે જય ટેક્ષટાઈલ કંપનીમાં નોકરી કરતો અને પોતાની પત્ની સાથે રહેતો શિવ પૂજન નિષાદ બહાર હતો તે દરમિયાન તેના કાકા શીલ્લું નિષાદે તેની પત્ની સાથે છેડછાડ કરી હતી. તે દરમિયાન ઘરે પહોંચેલ શિવ પૂજન નિષાદને ખબર પડતાં તેણે આવેશમાં આવી ને લાકડીના ઉપરા છાપરી સપાટા મારી પોતાના જ કાકા શીલ્લું નિષાદને લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સ્થળ પર પહોંચેલી પોલીસે હત્યારા ભત્રીજાને ઝડપી કાર્યવાહી હાથ ધરી
સ્થળ પર પહોંચેલી પોલીસે હત્યારા ભત્રીજાને ઝડપી કાર્યવાહી હાથ ધરી (etv bharat gujarat)

પોલીસે હત્યારાને ઝડપી લીધો: વહેલી સવારે સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લોહીના ખાબોચિયાં જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટનાને અંજામ આપી સ્થળ પર જ રહેલા શિવ પૂજન નિષાદને પોલીસે ઝડપી લીધો હતો અને મૃતકના સગા સંબધિઓને બોલાવી તેઓને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પત્ની સાથે થયેલ છેડછાડમાં ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

  1. સુરતમાં ગેસ રીપેરીંગની આડમાં વેપારી કરતો ગેરકાયદે ગેસ રિફિલિંગ, પોલીસે કરી ધરપકડ - surat crime
  2. સુરત ટ્રાફીક પોલીસ એક્શનમાં, 8 દિવસમાં 483 વાહન ચાલકોના લાયન્સ રદ કરવા RTOમાં રિપોર્ટ - Surat traffic police strict rules

Last Updated : Jun 24, 2024, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.