સુરત: જિલ્લાની મહાનગર પાલિકા દ્વારા ફાયર એનઓસી વગર અને બીયુસી વગર ચાલતી સંસ્થાઓ પર સીલ મારવાની કાર્યવાહી શરૂ ગઈ છે. જેમાં પાલિકા દ્વારા મોટાપાયે એમ્બ્રોઈડરી કારખાનાઓને સીલ માર્યા હતા. તે ઉપરાંત અલગ-અલગ ઝોનમાં મોલ, માર્કેટ, ટ્યુશન ક્લાસિસ અને હોટલને પણ સીલ કરી હતી.
7 દિવસથી પાલિકાની કાર્યવાહી ચાલુ: રાજકોટની ઘટના બાદ રાજ્યભરમાં મોટાપાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, સુરતમાં પણ છેલ્લા સાત દિવસથી ફાયર ડિપાર્ટમેન્ટ અને ઝોન સ્તરે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૮૩૬થી વધુ સંપત્તિઓ સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાલિકાની કાર્યવાહી જારી રહેશે. પાલિકાએ હવે સીલની કાર્યવાહી સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે ટ્રેનિંગ આપવાની પણ શરૂઆત કરી છે.
અઠવા ઝોન: સુરતમાં ફાયર વિભાગ દ્વારા અઠવા ઝોનમાં એબીકસ ગ્રૂપ કંપતી ધી પાર્ક બિલ્ડિંગ, ક્રોસ લિંક હોટેલ ધી પાર્ક બિલ્ડિંગ, ફલાફલ લવર્સ ધી પાર્ક બિલ્ડિંગ, મેવાકો ધી પાર્ક બિલ્ડિંગ સિવાય અન્ય બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે.
લિંબાયત ઝોનમાં અમરદીપ હોસ્પિટલ, સુરત સર્જિકલ હોસ્પિટલ, મધર હોસ્પિટલ, કિરણ આદર્શ વિધ્યાલય. શ્રી મા પાર્વતી વિદ્યાલય, શોર્ટકટ ચાય, સ્કેપ ગોડાઉન, આર.કે.સ્કેપ ગોડાઉન, સ્કેપ ગોડાઉન મહાપ્રભુનગર ૩, સ્કેપ ગોડાઉન મદનપુરા, સ્કેપ ગોડાઉન મહાપ્રભુનગર પણ ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે.
કતારગામ ઝોન: ફાયર ચેકિંગ બાબતે ફાયર વિભાગ દ્વારા કતારગામ ઝોનમાં પણ છાપેમારી કરી હતી. એમ્બ્રોટેક પાર્કમાં આવેલા ૨૫થી વધારે એમ્બ્રોઇડરી મશીનના યુનિટ બંધ કરાવાયા, ક્રિષ્ના એમ્બ્રો, કોમર્શિયલ ગેરેજ, બોમ્બે પાઉભાજી, પ્લસ ડ્યૂશન કલાસ, રચના ટ્યુશન ક્લાસ વગેરે સીલ કરવામાં આવ્યા. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન: વોર્ડ નં. ૭, નવસારી બજાર મેઇન રોડ દુકાન ૧, ટ્યુશન ક્લાસ ૧, વોર્ડ નં. ૮, સંધાડીયાવાડ દુકાનને સીલ મારવામાં આવી હતી.