સુરત: કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં હિંસા ફાટી નીકળી છે. પરિણામે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પણ હુમલાઓ થઇ રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી રિયા લાઠીયા, કિર્ગિસ્તાનમાં હાલ અભ્યાસ કરી રહી છે. અને હુમલાની પરિસ્થિતિને કારણે તે ત્યાં ફસાઈ ગઈ છે. ત્યારે સુરતમાં રહેતા તેના માતા-પિતાએ સરકાર સમક્ષ મદદની માંગ કરી છે, અને રિયા સુરક્ષિત રીતે સુરત પરત ફરે તેવી અપીલ કરી છે.
ઠેર-ઠેર હિંસા: તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં હિંસાનો માહોલ સર્જાયો છે. જ્યારે એક સપ્તાહ પહેલાં ચોરી જેવી નજીવી ઘટના બની હતી. જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ મારામારીનો તે વીડિયો સ્થાનિક સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ત્યાં માહોલ ગરમાયો હતો, અને પરિણામે ઠેર-ઠેર હિંસા ફાટી નીકળી હતી. માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ત્યાં અન્ય દેશના વિદ્યાર્થીઓ પર પણ હુમલાઓ થઇ રહ્યા છે. ત્યારે ત્યાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાઈ ગયા છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી રિયા લાઠીયા નામની વિદ્યાર્થીની ત્યાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. માતા સાથે વાતચીત દરમિયાન ત્યાની પરિસ્થિતિ કેવી છે તે વિશે તેણે માહિતી આપી છે. ત્યારે સુરતમાં તેના માતા-પિતાએ રિયાને સુરક્ષિત સુરત પરત લાવવા સરકારને વિનંતી કરી છે.
રિયાની માતા સાથે વાતચીત: રિયાની માતાએ જણાવ્યું હતું કે, "દીકરી રિયા કિર્ગિસ્તાનમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેની સાથે મારી ગત રોજ રાતે 11 વાગ્યે વાત થઇ હતી, હાલમાં ત્યાં ખુબ જ બબાલ ચાલે છે. ત્યાં એરપોર્ટ સુધી પહોંચવું પણ મુશ્કેલ છે. ત્યાં ખાવાનો સમાન મળતો બંધ થઈ ગયો છે, ઉપરાંત લાઈટ અને પીવાનું પાણી પણ નથી. ત્યાં ઉશ્કેરાયેલા લોકો દરવાજાના લોક પણ તોડી રહ્યા છે. અને બારીઓ પર ગોળીબાર થઈ રહ્યો છે, એવી માહિતી રિયાએ આપી છે. જોકે ત્યાંની પોલીસ કામે લાગી ગઈ છે અનેતેમનો સંપૂર્ણ સપોર્ટ છે.
એરપોર્ટ પર 3 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાનો છે: તેમણે વધુમાં જણાવ્યા કહ્યું છે કે, રિયા ત્યાં અન્ય 3 વિદ્યાર્થીનીઓ સાથે ફ્લેટમાં રહે છે. રીયા સાથે વાતચીત દરમિયાન માહિતી મળી હતી કે ત્યાં એરપોર્ટ પર 3 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. 5 હજાર વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન પાછા આવ્યા છે, ત્યાંના યુનિવર્સીટીના સરોનો તેને ખુબ જ સપોર્ટ રહ્યો છે. તેના ફ્લેટ નીચે પોલીસ પણ આવી ગયી છે.
શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા મદદ કરશે: તેમણે જણાવ્યું કે, "અમે મોદી સરકારને વિનંતી કરીએ છીએ કે, તેઓ રિયાને સુરત પરત લાવવામાં મદદ કરે. હાલ સુધી અમારી કોઈ મંત્રી સાથે વાત થઇ નથી. પરંતુ અમારી વાત શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાથે વાત થઇ છે તેઓએ કહ્યું છે કે, તે કિર્ગિસ્તાનના વિદ્યાર્થીઓને ભારત લાવવામાં મદદ કરશે."