સુરત : સુરતમાં એક ઘરનો સીલિંગનો એક ભાગ પડી જતા 92 વર્ષીય દાદા તેમજ 88 વર્ષીય દાદીને સુરત ફાયર વિભાગ દ્વારા સહીસલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં. ફાયર વિભાગના કર્મચારીઓ ઘરમાં ફસાઈ ગયેલા વૃદ્ધ દંપતિને સહીસલામત બહાર કાઢી રેસ્કયુની કામગીરી પૂર્ણ કરી હતી. ભાગળ વિસ્તાર ખાતે રહેતા વૃદ્ધ દંપતિ ઘરની અંદર હતા તે દરમિયાન સીલિંગનો એક ભાગ પડી જતા તેઓ ઘરમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતાં અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
સીલિંગનો ભાગ તૂટી પડ્યો : ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ભાગળ વિસ્તાર ખાતે આવેલા નવાપુર કરવા રોડ ખાતે બે માળના મકાનમાં પાંચ પરિવારના સભ્યો રહે છે. અચાનક જ સવારે પહેલા માળનો સીલિંગનો ભાગ ધડાકાભેર ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. તે સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર પરિવારના ત્રણ સભ્યો હતાં તેઓ તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતાં. પરંતુ મકાનના બીજા ફ્લોર પર વૃદ્ધ દંપતિ ફસાઈ ગયા હતા.
ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ : વૃદ્ધ દંપતિ ફસાઈ જતાં પરિવારના સભ્યો દ્વારા આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને 92 વર્ષીય દાદા તેમજ 88 વર્ષીય દાદીને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.
સુરક્ષિત રેસ્ક્યુ ન કામગીરી કરવામાં આવી : ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે જણાવ્યું હતું કે 3/636 મકાનમાં આ ઘટના બની હતી. પહેલા માટે જ્યારે સીલિંગનો ભાગ પડ્યો ત્યારે પરિવારના સભ્યો તરત જ ઘરની બહાર નીકળી ગયા હતાં. તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃદ્ધ દંપતિને સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યું હતું.
Junagadh Police: પોલીસ બની વૃદ્ધ દંપતિ મદદકર્તા, કેશ અને દાગીનાથી ભરેલો થેલો પરત કર્યો