સુરત : માનવતાને શરમસાર કરતી ઘટના સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બની હતી. જ્યાં 15 વર્ષની એક કિશોરીની છેડતી કોઈ અન્યએ નહીં પરંતુ કિશોરીના ખુદના પિતાએ કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેના પિતાએ કિશોરી સાથે અવારનવાર છેડતી કરી તેને હેરાન કરતો હતો. આખરે કિશોરીએ પોતાના સગા બાપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
દીકરી પર દાનત બગાડી : સુરત શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે રહેતા એક પિતાએ પોતાની 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી. આરોપી ત્રણ સંતાનોનો પિતા છે તેમ છતાં પોતાની જ દીકરી ઉપર તેણે દાનત બગાડી હતી. પોતાની દીકરી સાથે શારીરિક અડપલાં કરનાર પિતા વિરુદ્ધ કિશોરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી તે આવી જ રીતે તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો પરંતુ સમાજ અને લોકોના ભયથી તે ફરિયાદ નોંધાવતી ન હતી.
મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી : આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપી ત્રણ સંતાનોના પિતા છે. કિશોરીની માતાએ ડીંડોલી પોલીસ મથકમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કિશોરીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી તે આવી જ રીતે શારીરિક અડપલાં કરતો હતો. આ અંગે તેણે પોતાની માતાને પણ જાણ કરી હતી અને માતાએ પતિને સમજાવાની માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આરોપી ફરીથી શારીરિક અડપલાં કરતા તેઓ પોલીસ મથકે પહોંચ્યાં હતાં.