ETV Bharat / state

યુવતીએ લગ્નની ના પાડી તો ઇન્સ્ટા મિત્રએ ગ્રીષ્માની જેમ હત્યા કરવાની ધમકી આપી - SURAT CRIME - SURAT CRIME

ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા સાથે મિત્રતા કરવા પહેલાં ચેતી જજો, કારણ કે સુરતમાં એક યુવતીને તેના ઇન્સ્ટાગ્રામ મિત્રએ જો લગ્ન નહીં કરે તો ગ્રીષ્માની જેમ જાનકી મારી નાખવા ધમકી આપી છે. જોકે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ ચોક બજાર પોલીસ દ્વારા કરવામાં આવી છે. insta friend threatened to Girl

યુવતીએ લગ્નની ના પાડી તો ઇન્સ્ટા મિત્રએ ગ્રીષ્માની જેમ હત્યા કરવાની ધમકી આપી
યુવતીએ લગ્નની ના પાડી તો ઇન્સ્ટા મિત્રએ ગ્રીષ્માની જેમ હત્યા કરવાની ધમકી આપી (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 12:27 PM IST

ઇન્સ્ટા મિત્રએ ગ્રીષ્માની જેમ હત્યા કરવાની ધમકી આપી (ETV Bharat)

સુરત : સુરત શહેરમાં રહેતી યુવતીને ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવકે કોર્ટ મેરેજ પર ફોર્મ પર જો યુવતી સહી નહીં કરે તો તેને ગ્રીષ્માની જેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે યુવતીની તસ્વીર વ્હોટ્સ એપ અને અન્ય સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની પણ ચીમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીએ કહ્યું હતું કે તે ફેનીલનો જ ભાઈ છે અને યુવતીને મારી નાખશે. પીડિત યુવતી સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની પુત્રી છે. યુવતી દોઢ વર્ષ અગાઉ જ આરોપી સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચિત થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

આરોપી જતીન રત્નકલાકાર : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી રત્નકલાકાર છે. જતીન કિશોર ગજેરા નામના આરોપી યુવકે મિત્રતા થયા બાદ યુવતી સાથે મોબાઈલ નંબરની આપ લે કરી હતી. જતીનથી મિત્રતા થયા બાદ યુવતીએ તેને તેના કહેવા પર તસવીર પણ આપી હતી. જતીન યુવતીને વારંવાર લગ્ન માટે કહેતો હતો. એકવાર યુવતીને તેણે સુરત શહેરના વરરાજા વિસ્તાર ખાતે આવેલા કામનાથ મંદિર નજીક બોલાવ્યા હતાં અને કોર્ટ મેરેજ કરવાની વાત કરી હતી. જોકે યુવતીએ લગ્નની ના પાડી હતી. જેના પગલે યુવકે યુવતીની તસવીર વાયરલ કરવાની ધમકી આપી હતી.

ચોક બજાર પોલીસે જતીનની ધરપકડ કરી : આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું હતું કે, આરોપીએ પીડિતને ગ્રીષ્માની જેમ હત્યા કરવાની ધમકી આપી હતી. જેના કારણે પીડિત ભયભીત થઈ ગઈ હતી. આ અંગે યુવતીએ પોતાના કાકાને સમગ્ર બાબતે અંગેની જાણકારી આપી હતી આખરે તેઓએ જતીન વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જતીનની ધરપકડ કરી છે.

  1. ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલની ફાંસીની સજાની કન્ફર્મ અરજી હાઈકોર્ટે સ્વીકારી
  2. Grishma Murder Case: કોર્ટે ફેનીલને કહ્યું, તમે એક નિર્દોષ યુવતીનો ચપ્પુથી વધ કર્યો છે, તમારો વધ કલમથી કેમ ન થાય?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.