ETV Bharat / state

Surat Crime : સુરતમાં રુપિયાની લેતીદેતી મામલે ફાઇનાન્સર પીન્ટુ નવસારીવાળાની હત્યા, ગેંગ વોરનું પરિણામ?

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધારતી વધુ એક કરપીણ હત્યાનો મામલો બન્યો છે. ફાયનાન્સર અને ક્રિકેટના ધંધા સાથે સંકળાયેલા પીન્ટુ નવસારીવાળા નામના યુવકની મોડી રાત્રે હોસ્પિટલ પર બોલાવી ગેટ પર જ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. સૂયા મરાઠી ગેંગની વોર આ કિસ્સામાં શંકાસ્પદ ભૂમિકામાં છે.

Surat Crime : સુરતમાં રુપિયાની લેતીદેતી મામલે ફાઇનાન્સર પીન્ટુ નવસારીવાળાની હત્યા, ગેંગ વોરનું પરિણામ?
Surat Crime : સુરતમાં રુપિયાની લેતીદેતી મામલે ફાઇનાન્સર પીન્ટુ નવસારીવાળાની હત્યા, ગેંગ વોરનું પરિણામ?
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2024, 5:04 PM IST

સીસીટીવી ફૂટેજની તપાસ શરુ

સુરત : રૂપિયાની લેતીદેતીમાં મહાવીર હોસ્પિટલના ગેટ પાસે જાહેરમાં મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હોસ્પિટલની બહાર જ બનેલી આ ઘટનામાં ફાયનાન્સર અને ક્રિકેટના ધંધા સાથે સંકળાયેલા પિન્કેશ ઊર્ફે પીન્ટુ રમેશભાઈ નવસારીવાળાને પાંચથી વધુ ચપ્પુના ઝીંકી હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. આ સમગ્ર મામલે અઠવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરનારા સુરતના સૂર્યા મરાઠી ગેંગના માણસો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું દબાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

મરનાર પીન્ટુ ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે પૈસાની લેતીદેતી મામલે વિવાદ સર્જાયો હતો. મહાવીર હોસ્પિટલ નજીક જાહેરમાં તેની હત્યા કરાઈ હતી. હત્યા પાછળના કારણ સહિત અન્ય બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે...વિજ્યસિંહ ગુર્જર ( ડીસીપી)

રાતે બે વાગે બોલાવાયો : શહેરમાં ફાઇનાન્સના વેપાર સાથે જોડાયેલા અને ક્રિકેટ મેચના ધંધા સાથે સંકળાયેલા પીન્ટુ નવસારીવાળાની મહાવીર હોસ્પિટલની સામે જ જાહેર રસ્તા પર હત્યા કરવામાં આવી હતી. રાત્રિના બે વાગ્યાના અરસામાં પીન્ટુને અજાણ્યા લોકો દ્વારા ફોન કરી મહાવીર હોસ્પિટલ પાસે પહોંચવા માટે જણાવવામાં આવ્યું હતું. પીન્ટુ ગેટ પાસે પહોંચે ત્યારે કેટલાક લોકો પીન્ટુ પર તૂટી પડ્યા હતા. પીન્ટુ પર પાંચથી વધુ ઘા મારવામાં આવ્યાં હતાં. હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં.

પૈસાની લેતીદેતીના કારણે બંને વચ્ચે ઝઘડો : ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. મૃત્યુ પામનાર પીન્ટુની અક્ષુ નામના વ્યક્તિ સાથે રૂપિયાની લેતીદેતીને લઈ દુશ્મની થઈ હતી. આરોપ છે કે અક્ષુએ જ પીન્ટુને કોલ કરી મહાવીર હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. પીન્ટુ તેમજ અક્ષુ મિત્રો હતાં. પીન્ટુ સૂર્યા મરાઠી ગેંગમાં હતો પરંતુ સૂર્યા મરાઠીની હત્યા બાદ ગેંગમાં વિવાદ સર્જાયો હતો. આ ગેંગ કોને મળશે તે બાબતે વિવાદ વધ્યો હતો. આ ગેંગના માણસો અલગ અલગ ગેંગ બનાવી પોતાનો ધંધો ચલાવી રહ્યાં હતાં. પીન્ટુ અને અક્ષુ ક્રિકેટના ધંધા સાથે જોડાયા હતાં અને પૈસાની લેતીદેતીના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

  1. Surat Crime : ઓલપાડના જમીન દલાલ હત્યા પ્રકરણમાં મોટો ખુલાસો, મિત્રએ જ સોપારી આપી હતી, 4 આરોપીની ધરપકડ
  2. Surat Crime : ઓલપાડ પરા વિસ્તારના ગુનાહિત ભૂતકાળ ધરાવતાં યુવકની હત્યા, આશરો આપેલા ઇસમોએ જ કર્યું ષડયંત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.