ETV Bharat / state

11 વર્ષે ઝડપાયો સુરતનો "બાઈક ચોર", ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકાથી પકડ્યો - SURAT CRIME

સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ વર્ષ 2013માં સરથાણા વિસ્તારમાંથી 2 મોટરસાયકલની ચોરી કરી હતી.

સુરત બાઈક ચોરીનો આરોપી
સુરત બાઈક ચોરીનો આરોપી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 7:19 AM IST

સુરત : વાહનચોરીના ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના સાગરીત સાથે મળીને વર્ષ 2013માં સરથાણા વિસ્તારની એક સોસાયટીમાંથી 2 મોટરસાયકલની ચોરી કરી હતી.

11 વર્ષે ઝડપાયો આરોપી : આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના PI કે. આઈ. મોદીએ જણાવ્યું કે, વર્ષ 2013માં સરથાણા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 2 ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાકેશ મુવાસીયા ચોંગડને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2013માં સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હાલ પકડાયેલા આરોપીના સાગરીતને ચોરીની બે મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી રાકેશનું નામ સામે આવ્યું હતું.

સુરતનો "બાઈક ચોર" : આરોપી અને તેના સાગરીતો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતા હતા. આ કામ દરમિયાન તેઓ આસપાસના વિસ્તારમાં ઘરમાં ચોરી કરવા માટે જતા હતા. પરંતુ તેમાં તેઓને રસ ન હોવાથી અંતે સરળતાથી પૈસા કમાઈ શકે તે માટે બાઈક ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપી અને તેના સાગરીતોએ સરથાણા વિસ્તારની એક સોસાયટીમાંથી 2 મોટરસાયકલની ચોરી કરી હતી.

સાગરીત સાથે મળી કર્યો ગુનો : ચોરી થતાં જ સોસાયટીના લોકો ઉઠી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી સરથાણા પોલીસે સમગ્ર વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરી હતી. જેમાં આરોપીના સાગરીત પ્રેમસીંગને 2 મોટર સાયકલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન હાલ પકડાયેલા આરોપીનું નામ ખુલ્યું હતું. તેને પકડી પાડવા પોલીસ અલીરાજપુર ગઈ, પરંતુ તે પકડાયો ન હતો. જેથી હાલ પકડાયેલા આરોપી રાકેશ મુવાસીયા ચોંગડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.

  1. સુરતમાં લાખોની ચોરીનો નોકરો પર આરોપ, ત્રણ આરોપી ઝડપાયા
  2. લાલચ આપી છેતરપિંડી, પોલીસે કરી સસરા-પુત્રવધુની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.