સુરત: જે યુવકને ચાર વર્ષની બાળકી ભાઈ કહેતી હતી તે જ યુવકે બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. સુરત કોર્ટે આ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીને 4 વર્ષની બાળકી ભાઈ કહેતી હતી અને આરોપીએ તેણીને કહ્યું હતું કે, તું મારી સાથે રમીશ તો હું તને કંઈક ખવડાવીશ.
વર્ષ 2021નો બનાવઃ સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે ઘર સામે રમી રહેલી 4 વર્ષીય બાળકી સાથે બળાત્કારની ઘટના વર્ષ 2021માં પોલીસ ચોપડે નોંધાઈ હતો. જેમાં આરોપી અન્ય કોઈ નહિ પરંતુ બાળકીના પડોશમાં રહેતો યુવક હતો. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી અને 21 વર્ષીય પ્રશાંત મોરેની પકડ કરી હતી. પ્રશાંત મૂળ મધ્ય પ્રદેશના સારોલા ગામનો રહેવાસી છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેણે બાળકીને કહ્યું હતું કે તું મારી સાથે રમીશ તો હું તને કંઈક ખવડાવીશ. આ કહીને બાળકીને પોતાના ઘરે લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
બાળકીએ બુમાબુમ કરી હતીઃ જ્યારે આરોપી બાળકીને પોતાના ઘરે લઈ ગયો અને શારીરિક કડકલા કરવા લાગ્યો ત્યારે બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. આ વચ્ચે બાળકીની માતા બાળકીને શોધી રહી હતી બાળકીની આવાજ સાંભળતા માતા યુવકના ઘર પાસે પહોંચી ત્યારે જોયું છે આરોપી ઘરમાંથી નીકળી રહ્યો હતો. ઘરની અંદર બાળકી અસ્તવ્યવસ્થા હાલતમાં જોવા ઘરની અંદર બાળકી ના કપડા અસ્તવ્યસ્ત હતા અને તેણે માતાને જણાવ્યું હતું કે ભાઈએ તેની સાથે ખોટું કામ કર્યું છે. અંગે માતાએ પુના પોલીસમાં શારીરિક છેડતી,બળાત્કાર, અપહરણ સહિતની ફરિયાદ નોંધાવી હતી.
10 લાખ વળતરઃ સુરત સેશન્સ કોર્ટે આ સમગ્ર મામલે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનાર બાળકીના પરિવારને 10 લાખ વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે અને આરોપીને 2.15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરતની પોસ્કો કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી.