સુરત : મોબાઈલ પર વાત કરતી વેળાએ ખાસ કાળજી લેવાની હવે જરૂર છે. કારણ કે સુરત શહેરમાં જે ઘટના બની છે તેનાથી લોકોને ચેતી જવાની જરૂર પડી છે. શહેરમાં મોબાઇલ પર વાત કરતી વેળાએ યુવાન બીજા માળેથી પટકાતા તેનું મોત નીપજ્યું છે. પત્ની સાથે મોબાઈલ પર વાત કરી રહેલો યુવાન અચાનક જ મોબાઈલ પર વાત કરતા સમયં બીજા માળેથી નીચે પટકાઈ ગયો હતો.
ગંભીર ઇજાઓ થઈ : જો તમે મોબાઈલ પર વાત કરતી સમયે ચાલો છો અને તમારું ધ્યાન અન્ય જગ્યાએ નથી તો આ તમારા જીવ માટે જોખમ સ્વરૂપ હોઈ શકે છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના બની હતી જે લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. સુરત શહેરમાં 22 વર્ષનો યુવક ફોન પર વાત કરતા કરતા અચાનક જ બીજા માળે નીચે પટકાયો અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતાં.
પત્ની સાથે વાત કરી રહ્યો હતો : સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કવિ શાહ રાત્રી દરમિયાન પત્ની સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ સંતુલન ગુમાવ્યું હતું અને બીજા માળેથી સીધા નીચે પટકાયો હતો તેને ગંભીર ઇજાઓ પણ થઈ હતી. તાત્કાલિક લોકોએ 108 એમ્બ્યુલન્સની જાણ કરી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતાં.
મૂળ બિહારના વતની : મૃતકના સંબંધી પવન કુમારે જણાવ્યું હતું કે કવિ તેના બનેવી છે. રાત્રિના આરસામાં આશરે 12:30 વાગે તે પત્ની જોડે વાત કરી રહ્યાં હતાં. અચાનક જ તે બીજા માળથી નીચે પડી ગયાં. તેઓ મૂળ બિહારના વતની છે. તેમને બે સંતાનો છે અને સુરત ખાતે તેઓ એમ્બ્રોયડરી કારખાનામાં ધાગા કટીંગનું કામ કરતા હતાં.