રાજકોટ: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે અને સીધી રીતે આ મામલે રાજકોટ મહાનગર પાલિકાને ફટકાર લગાવી છે. કોર્ટે અગ્નિકાંડ મુદ્દે કહ્યું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટના હુકમનું પાલન કર્યુ નથી અને આ ઘટના સંદર્ભે મનપા કમિશનરને જવાબદાર ગણાવ્યા છે. આગામી 3 જૂને સંબંધીત અધિકારીઓને કોર્ટમાં જવાબ રજૂ કરવાનું કહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ગેમઝોન દુર્ઘટના મુદે બાર એસોસિએશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સ્પેશિયલ બેન્ચમાં હાઇકોર્ટના વકીલ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજુઆત હતું કે, ફાયર સેફટી, જવાબદાર લોકો સામે કડડ પગલાં તેવા સુઓમોટો લેવા રજુઆત કરી. બાર એસોસિએશનની રજૂઆત પ્રમાણે ગુજરાતમાં અન્ય સ્થળો પર પણ ગેમ ઝોન આવેલા છે. ગેમ ઝોનમાં બેદરકારી રાખતા ઓનર્સ સામે પગલાં લેવા અંગે ભાર મુકવામાં આવ્યો છે. આ મામલે હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ હતી.
નોંધનીય છે કે, રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટનાના કિસ્સામાં જવાબદાર વધુ એક અધિકારીને સસ્પેન્શન હેઠળ મૂકાયા છે. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે આગ દુર્ઘટનામાં જવાબદાર કુલ-૭ અધિકારીઓ સામે ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે.
TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ગુમ થયેલા લોકોની યાદી
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)
- પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.44)
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- સુનિલભાઈ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ.45)
- ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)
- અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉ.વ.24)
- ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
- હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)
- વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
- કલ્પેશભાઈ બગડા
- સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
- નિરવ રસિકભાઈ વેકરીયા (ઉ.વ. 20)
- સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)
- શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
- જયંત ગોટેચા
- સુરપાલસિંહ જાડેજા
- નમનજીતસિંહ જાડેજા
- મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ.25)
- ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ.35)
- વિરેન્દ્રસિંહ 23 કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ.18)
- રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ.12)
- રમેશ કુમાર નસ્તારામ
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)
Conclusion: