ETV Bharat / state

ઈન્દ્રોડા નેચર પાર્કમાં કાળઝાળ ગરમીથી બચવા પશુ પક્ષીઓને અપાય છે ખાસ સુવિધાઓ - Summer Gandhinagar

હોળી બાદ ગાંધીનગરનું તાપમાન સતત વધી રહ્યું છે. ગરમીથી બચવા ઈન્દ્રોડા પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓને કુલર, ફુવારા તેમજ ખસ ટટ્ટીઓ દ્વારા ઠંડક અપાય છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Indroda Nature Park

ઈન્દ્રોડા નેચર પાર્કમાં પશુ પક્ષીઓને અપાય છે ખાસ સુવિધાઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 29, 2024, 11:29 PM IST

Updated : Apr 2, 2024, 3:46 PM IST

ઈન્દ્રોડા નેચર પાર્કમાં પશુ પક્ષીઓને અપાય છે ખાસ સુવિધાઓ

ગાંધીનગરઃ શહેરની પડખે આવેલા ઈન્દ્રોડા પાર્કમાં પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પક્ષીઘર, સર્પગૃહને ખસની ટટ્ટીઓથી ઠંડક અપાય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓના પીંજરા પાસે કુલર મુકીને રાહત અપાઈ રહી છે. પાંજરામાં સમયાંતરે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

600થી વધુ પશુ પક્ષીઓઃ 168 હેક્ટરમાં ફેલાયેલા ઈન્દ્રોડા નેચર પાર્કમાં 600થી વધારે પશુ પક્ષીઓનો વસવાટ છે. પાર્કમાં રાખેલા પ્રાણીઓ, પક્ષીઓ તેમજ સરીસૃપો હિટવેવનો ભોગ ન બને તે માટે 11 કુલર, 80 ખસની ટટ્ટીઓ, સ્પ્રિંકલ અને ફોગરની મદદથી ઠંડક આપવામાં આવી રહી છે. બહારના ખુલ્લા તાપમાન કરતા પાંજરા કે પક્ષીઘર તેમજ સર્પગૃહનું તાપમાન 5 ડીગ્રી ઓછું રહે છે.

લીલો ઘાસચારો અને ઓઆરએસ અપાય છેઃ પ્રાણીઓને કાળઝાળ ગરમીથી બચવા માટે કરાઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે. ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓને પણ મનુષ્યની માફક ડીહાઇડ્રેશન થઈ જવાની સંભાવના છે. જો પ્રાણીમાં ડીહાઇડ્રેશન થાય તો તે બેસી રહે છે. હલન ચલન કરી શકતું નથી તેની શક્તિ ઘટી જાય છે. તેમના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તે માટે સુકાને અને બદલે લીલો ઘાસચારો આપવામાં આવે છે. શાહુડી, કાચબાને ગરમીથી બચવા તરબૂચ, દ્રાક્ષ, શક્કરટેટી વધુ આપવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓને પાણીની સાથે ઓઆરએસ પણ આપવામાં આવે છે. માસને પણ ઠંડુ કરીને ખવડાવવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓ ના પાણીના કુંડમાં પાણી ઠંડુ રહે તે માટે બરફ નાખવામાં આવે છે.

પાણીના કુંડ બનાવાયાઃ ઈન્દ્રોડા નેચર પાર્કમાં કેટલાક પ્રાણીઓ મુક્ત પણે વિહરે છે. નીલગાય, વાંદરા, શાહુડી, મોર સસલા સહિતના વન્યજીવો સમગ્ર નેચર પાર્કમાં મુક્ત રીતે હરે ફરે છે. મુક્ત રીતે વિચરતા પ્રાણીઓ માટે નેચર પાર્કમાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. જેને દરરોજ તાજા પાણીથી ભરવામાં આવે છે. તેમાં ઓઆરએસ પણ નાખવામાં આવે છે.

ઉનાળુ વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા બમણીઃ સામાન્ય દિવસોમાં ઈન્દ્રોડા નેચર પાર્કમાં 1500થી 2000 મુલાકાતીઓ આવે છે. જ્યારે ઉનાળુ વેકેશન દરમિયાન 4000 હાજર જેટલા મુલાકાતીઓ આવતા હોય છે.

પ્રાણીઓને કાળઝાળ ગરમીથી બચવા માટે કરાઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે. તેમના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તે માટે સુકાને અને બદલે લીલો ઘાસચારો આપવામાં આવે છે. શાહુડી, કાચબાને ગરમીથી બચવા તરબૂચ, દ્રાક્ષ, શક્કરટેટી વધુ આપવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓને પાણીની સાથે ઓઆરએસ પણ આપવામાં આવે છે...અનુપ સિંહ ડોડીયા(આર.એફ.ઓ, ઈન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર)

  1. આગ ઝરતી ગરમીથી પ્રાણીઓ થયા પરેશાન, સુરત મનપાએ કરી વિશેષ વ્યવસ્થા - Summer 2024
  2. ઉનાળાની શરુઆતમાં જ ભુજ શહેરમાં પીવાના પાણી તંગી વર્તાઈ, 43 એમએલડીની જરુરિયાત સામે મળે છે માત્ર 40 એમએલડી પાણી - Summer Bhuj

Last Updated : Apr 2, 2024, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.