ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BCA પેપર લીક મુદ્દે વિદ્યાર્થી નેતાઓએ આપ્યું અલ્ટીમેટમ - SU BCA paper leak

ગત શુક્રવારે સાંજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ રાજકોટ રેસકોર્સ વિસ્તારમાં એક પ્રેસ સંબોધીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA પેપર લીક થયાના આરોપ લગાવ્યા હતા. આ મામલે હવે વિદ્યાર્થી પરિષદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC ને યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે. વધુ વિગતો માટે જુઓ આ અહેવાલ.

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 7:49 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BCA પેપર લીક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BCA પેપર લીક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BCA પેપર લીક મુદ્દે વિદ્યાર્થી નેતાઓએ આપ્યું અલ્ટીમેટમ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA કોર્સમાં ચોથા સેમેસ્ટરના અભ્યાસક્રમનાં વિષય ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વીથ યુનિક્સ એન્ડ લીનક્સનું પેપર પરીક્ષા પહેલા જ વ્હોટસએપમાં લેખિત રીતે લીક થયું છે. આ દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે રજૂ કર્યો હતો. હવે વિદ્યાર્થી નેતાઓએ આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC સમક્ષ રજૂઆત કરી પગલા લેવા અલ્ટીમેટમ આપ્યું છે.

SU પેપર લીક મામલો : ETV Bharat સાથેની વાતચીતમાં પુરાવાઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ પેપર સાથે બીજા અન્ય બે પેપર પણ લીક થયાનો દાવો કરતા જણાવ્યું હતું કે, જરૂર પડ્યે આ મુદ્દે તેઓ ફરિયાદી બનવા પણ તૈયાર છે. આ પેપર લીક ઓછામાં ઓછા 35 હજાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા હોવાનો આરોપ લગાવતા યુવરાજસિંહ જાડેજા આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીલાંબરીબેન દવેને પણ રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી હતી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની રજૂઆત : આ પેપર કોઈ વિદ્યાર્થી અથવા કોઈ કોલેજે પણ લીક કર્યું હોવાની સંભાવના યુવરાજસિંહ નકારતા નથી. યુવરાજસિંહ જાડેજા વધુમાં જણાવ્યું હતું કે, તમામ પ્રકારની ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે આગામી દિવસોમાં પ્રશાસન તંત્ર, વહીવટી તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓને જાણ કરીને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ રચવાની માંગણી સાથે આ મુદ્દે ન્યાયિક તપાસ કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે એ દિશામાં આગળ કાર્ય કરીશું.

કુલપતિએ આપી લેખિત બાંહેધરી : આ મુદ્દે યુવરાજસિંહ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજકોટ સ્થિત રાષ્ટ્રીય કારોબારી સદસ્ય વિશાળ લુણસીયાએ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નીલાંબરીબેન દવેને રજૂઆત કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે દિશામાં તપાસ આગળ વધારવા આગ્રહ રાખ્યો હતો. ડો. દવેએ મીડિયા સમક્ષ આ દિશામાં યોગ્ય ન્યાયિક તપાસ કરવાની બાંહેધરી આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થવા જોઈએ એ વાત સ્વીકારી હતી. બંને નેતાઓએ ડો. દવેને રજૂઆત કરતી વેળાએ આ તપાસ ઝડપથી થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો.

પેપર લીક મુદ્દે કાયદો બનશે ? વારંવાર લીક થતા પેપર મુદ્દે યુનિવર્સિટીના અધિકારીઓ આંતરિક તપાસ સમિતિ પૂરતા સીમિત ન રહીને આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ કરે તેવો આગ્રહ બન્ને વિદ્યાર્થી નેતાઓએ રાખ્યો હતો. સાથે-સાથે જેમ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરવા પર રોક લગાવવા જેમ કાયદો મજબૂત કરવામાં આવ્યો છે, તેમ શૈક્ષણિક સંસ્થાના પેપર લીક થવા પર મજબૂત કાયદાકીય જોગવાઈ હોવી હવે કેટલું જરૂરી બન્યું છે તે મુદ્દે પણ બંને નેતાઓએ મજબૂત રજૂઆત કરી હતી.

  1. NCC Paper Leak: એનસીસી ‘સી’નું પેપરલીક થતાં પરીક્ષા રદ્દ, રાજ્યના પરીક્ષાર્થીઓમાં રોષ
  2. પેપર ફૂટ્યા-સપના તૂટ્યા, શું કાયદો બનવાથી ગુજરાતમાં પેપર લીકની પરંપરા અટકશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.