ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, માર્ચ-2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જેમાં ધોરણ-12ના તમામ પ્રવાહો, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUICET-2024 અને સંસ્કૃત મધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે સવારે 9.00 કલાકે જાહેર થયુ છે.
ધોરણ-12ના તમામ પ્રવાહોઃ માર્ચ-2024માં GSEB દ્વારા લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહો, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUICET-2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે સવારે 9.00 કલાકે વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યુ છે. ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહની સાથે GUICET-2024 અને સંસ્કૃત મધ્યમનું પરિણામ પણ વેબસાઈટ પર જોઈ શકાશે.
વોટ્સએપથી પરિણામ જાણી શકાશેઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આવતીકાલે વિદ્યાર્થીઓ તેમનો પરીક્ષાનો બેઠક ક્રમાંક (seat Number) Enter કરીને પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300921 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
અન્ય સૂચનાઓઃ પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારો, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. માર્ચ-2024માં GSEB દ્વારા લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહો, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUICET-2024 અને સંસ્કૃત મધ્યમનું પરિણામ આવતીકાલે તા.09/05/2024ના રોજ સવારે 9.00 કલાકે વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહની સાથે GUICET-2024 અને સંસ્કૃત મધ્યમનું પરિણામ પણ વેબસાઈટ પર જોઈ શકાશે.