ETV Bharat / state

Morbi News: મોરબીના વીરપરડા નજીક પેટ્રોલ-ડીઝલ ચોરીના કોભાંડનો પર્દાફાશ, પોલીસકર્મી સહીત 9 ઇસમો ઝડપાયા - મોરબી ન્યૂઝ

મોરબીના વીરપરડા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી પેટ્રોલ-ડીઝલ ચોરીના કોભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં પોલીસ કર્મચારીની મીલીભગત સામે આવી હતી. ત્યારે SMC ટીમે પોલીસકર્મી સહિતના નવ ઇસમોને ઝડપી લઈને ૪૭ લાખથી વધુની કિમતનો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીરપરડા નજીક પેટ્રોલ-ડીઝલ ચોરીના કોભાંડનો પર્દાફાશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 1:54 PM IST

મોરબી: સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન પરમારના માર્ગદર્શન હેઠળ SMCની ટીમે બાતમીને આધારે પીપળીયા ચાર રસ્તા માળિયા જામનગર હાઇવે પર વીરપરડા ગામ નજીક ઓમ બનના હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી. આ હોટેલના ગ્રાઉન્ડમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી ચોરાઉ ડીઝલનો ૧૫,૨૦૦ લીટર જથ્થો કીમત રૂ ૧૩,૯૮,૪૦૦ રૂપિયા સાથે ૫૨૦૦ લીટર પેટ્રોલનો જથ્થો જેની કિંમત રૂ ૪,૮૮,૨૦૦ સહિત ટેન્કર , મારુતિ સ્વીફ્ટ કાર, મહિન્દ્રા થાર જીપ, મોબાઈલ ફોન, પાઈપ, ડોલ અને કટર જેવા સાધનો મળીને કુલ રૂ ૪૭, ૦૫,૦૮૫ રૂપિયાની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસકર્મી સહીત નવને ઝડપાયા: રેડ દરમિયાન સ્થળ પરથી આરોપી નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી રહે રાજસ્થાન, ગોવિંદ હડમનરામજી બાવરી રહે રાજસ્થાન, સંતોક ચમનારામ બાવરી રહે રાજસ્થાન, પ્રકાશ નથુરામ બાવરી રહે રાજસ્થાન અને હીરાલાલ ધરમલાલ બાવરી રહે રાજસ્થાન, શક્તિસિંહ મધુભા જાડેજા રહે રાજસ્થાન, ટેન્કરનો માલિક અને ડ્રાઈવર, રાજેશ ઉર્ફે રજુ દેવાભાઈ ખુંગલા રહે મોરબી, ડ્રાઈવર રાજેશ રામજીભાઈ મારવાણીયા રહે રાજપર તા. મોરબી સ્વીફ્ટ જીજે ૩૬ આરબી ૮૬૦૭ માં ચોરીનું ડીઝલ અને પેટ્રોલ લેવા આવનાર અને ભરત પ્રભાતભાઈ મિયાત્રા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ ક્વાર્ટર મોરબી રહે કુબેરનગર અક્ષરધામ મોરબી જે મુખ્ય આરોપીનો પાર્ટનર એમ કુલ નવ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે

3 આરોપી પોલીસ પકડથી દૂર: જયારે મુખ્ય આરોપી શ્રવણસિંહ રાજપૂત (રહે.રાજસ્થાન) નો પાર્ટનર ભાવેશ ઉર્ફે મુન્નો પ્રભાતભાઈ ધ્રાંગા રહે નાગડાવાસ મોરબી અને બીપીનભાઈ રહે મોરબી જે મુખ્ય આરોપીના ધંધાની દેખરેખ અને હિસાબ રાખનાર એમ ત્રણ આરોપીઓ મળી આવ્યા ન હોવાથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

પોલીસકર્મીઓ સામે પણ ગુનો: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં પેટ્રોલ અને ડીઝલ ચોરી કોભાંડમાં એક પોલીસ કર્મચારી પણ ઝડપાયા હતા. જે આરોપી પોલીસ કર્મચારી ભરતભાઈ મિયાત્રા પાસેથી બીયરના આઠ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૦૦ ની કિમતના બીયરનો જથ્થો કબજે લઈને આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે, તેમજ દારૂનો જથ્થો આપનાર તપાસમાં જે ખુલે તે આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

  1. Ambaji accident : ભક્ષક પોલીસકર્મી ! નશાની હાલતમાં અકસ્માત સર્જનાર પોલીસકર્મી ઝડપાયો, ગાડીમાં મળ્યો દારૂ
  2. Anand Hit and run : આણંદમાં તથ્ય કાંડનું પુનરાવર્તન, નબીરાના બેફામપણાએ ચાર નિર્દોષનો ભોગ લીધો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.