સાબરકાંઠાઃ સાબરકાંઠાના ઈડર ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જીલ્લા સમાહર્તા સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી તિરંગા યાત્રામાં જોડાયા હતા. ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રાને લઇ સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. પોલીસ બેન્ડ સહિત ડી.જે તિરંગા યાત્રા શહેરના માર્ગો પરથી પ્રસાર થઈ હતી.
ઠેરઠેર તિરંગા યાત્રા: સાબરકાંઠાના ઈડર ખાતેથી આજે આગામી 15 મી ઓગસ્ટ નિમિત્તે હરગર તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. પોલીસ જવાનો સહિત શાળા કોલેજોનાં વિદ્યાર્થીઓ સરકારી અઘિકારી કર્મચારીઓ આ યાત્રામાં જોડાયા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લાના આજે હાજર થયેલા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં અંદાજિત સાત કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળી હતી. જે જિલ્લાના મોટાભાગના તમામ ગામડાઓ સુધી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ઠેરઠેર તિરંગાયાત્રા યોજાઈ રહી છે. હવે આ યાત્રાઓ નિકળ્યા પછી લોકોમાં દેશભક્તિ અને દેશદાજનો કેટલો રંગ ચઢે છે તે પણ જોવું રહ્યું.
સાબરકાંઠાના ઇડરમાં આજે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં આજથી નવીન વરાયેલા જિલ્લા સમાહર્તા રતન કુંવરબા ગઢવી સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસવાળા સહિત પૂર્વ કેબિનેટ અધ્યક્ષ રમણલાલ વોરાની હાજરીમાં સાત કિલોમીટર જેટલી તિરંગા યાત્રા આવી ગઈ હતી. જોકે આગામી સમયમાં દરેક ભારતીયને રાષ્ટ્રપ્રેમ જગાવવા સહિત દેશના વિકાસમાં ભૂમિકા ભજવવા તિરંગા યાત્રા પાયારૂપ બની છે કે નહીં તે જોવું રહ્યું. આજથી શરૂ થયેલી આ યાત્રા આગામી ત્રણ દિવસ સુધીમાં જિલ્લાભરમાં યથાવત રહેશે.