ETV Bharat / state

Somnath Demolition : સોમનાથમાં દબાણ હટાવ મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક, સરકારને આપી ચિમકી... - સોમનાથ ટ્રસ્ટ

સોમનાથમાં બે દિવસથી ડિમોલિશન કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલમાં જ ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે. તેમણે જાહેર મંચ પરથી સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો કોઈ નાના વેપારી સાથે અન્યાય થયો તો સરકાર સામે બાથ ભીડવા તૈયાર છે.

ધારાસભ્ય વિમલ ચુડાસમા
ધારાસભ્ય વિમલ ચુડાસમા
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 10:36 AM IST

જાહેરમંચ પરથી તંત્રને પડકાર ફેંક્યો

ગીર સોમનાથ : સતત બે દિવસથી સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દબાણ હટાવવાની કામગીરીને લઈને સરકાર, સાંસદ અને અધિકારીઓ સામે ખુલ્લો મોરચો ખોલી દીધો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વૈકલ્પિક જગ્યા આપવાની સરકારની જાહેરાતને યોગ્ય ગણાવી છે, પરંતુ કોઈ પણ નાના વેપારીને અન્યાય થશે તો સરકાર સામે બાથ ભીડવા માટે જાહેર મંચ પરથી પડકાર આપ્યો હતો.

ધારાસભ્ય વિમલનો હુંકાર : પાછલા બે દિવસથી સોમનાથ મંદિર પરિસર આસપાસના વિસ્તારમાં સરકારી અને સોમનાથ ટ્રસ્ટની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સમયે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા નાના વેપારીઓની તરફેણમાં આવ્યા છે. બે દિવસથી ચાલી રહેલી ડિમોલિશન કામગીરીને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નાના વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની વાતને આવકારી હતી. પરંતુ કોઈ પણ વેપારીને જો વહીવટી તંત્ર કે સરકાર તરફથી બિનજરૂરી કનડગત કરવામાં આવશે તો સરકાર સામે બાથ ભીડવા માટે તૈયાર હોવાનું નિવેદન વિમલ ચુડાસમાએ જાહેર મંચ પરથી આપ્યું છે.

સરકારને ખુલ્લો પડકાર : જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ 144 જેટલા નાના મોટા દબાણ અને સોમનાથ મંદિરની સામે આવેલા નાના ફેરીયાઓને દૂર કરીને જગ્યા ખુલ્લી કરાવી છે. સોમનાથ મંદિરની સામે હમીરજી ગોહિલ પ્રતિમા સર્કલ પાસે નાના ફેરિયાઓ વર્ષોથી રોજગારી મેળવી રહ્યા હતા. હજુ પણ આગામી દિવસો દરમિયાન સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ડિમોલેશન કામગીરી ચાલુ રહે તેવો અંદાજ છે. ત્યારે ડિમોલેશન થતા જ કેટલાય નાના વેપારીઓ બેરોજગાર બન્યા છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા વેપારીઓની પડખે આવ્યા છે. તેમણે જાહેરમંચ પરથી જાહેરાત કરી હતી કે, નાના ધંધાર્થીઓના જીવન સાથે કોઈ પણ પ્રકારના અન્યાય થશે તો સરકાર સામે લડત લડવા માટે માર્ગ પર ઉતરતા અચકાશે નહીં.

  1. Patan Crime News: સમીના દાદર ગામે ગાંધીનગર વિજિલન્સની ટીમ ત્રાટકી, ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
  2. Rajkot News: નિર્માણાધીન મકાનમાં 2 શ્રમિકોને લાગ્યો વીજ કરંટ, 1નું કરુણ મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.