મહેસાણા: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના મહેસાણા સ્ટેશન પર પાટણ તરફ અને ગુડ્સ લાઇન નંબર 1 અને 2 પર એન્જિનિયરિંગ કામ માટે આજે 29 ઓક્ટોબર, 2024ના રોજ 4 કલાકનો બ્લોક રાખવામાં આવી રહ્યો છે.
આ બ્લોકના પગલે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના પગલે મુસાફરોને આંશિક હાલાકી પડી શકે છે અને તેના માટે રેલવે તંત્રએ ખેદ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે જાણી લઈએ આજે કઈ કઈ ટ્રેનની સેવા ખોરવાઈ છે અને કઈ ટ્રેન મોડી ચાલી રહી છે તેના વિશે.
महेसाणा स्टेशन पर इंजीनियरिंग कार्य हेतु ब्लॉक के चलते कुछ ट्रेनें प्रभावित रहेगी। @WesternRly pic.twitter.com/fY3pAaXGQn
— DRM Ahmedabad (@drmadiwr) October 28, 2024
આજે 29 ઓક્ટોબરે રદ કરાયેલી ટ્રેન
પાટણ-મહેસાણા પેસેન્જર ટ્રેન ( 09476) રદ્
આંશિક રીતે રદ્દ
મહેસાણા-ભીલડી પેસેન્જર (09481) મહેસાણા-પાટણ વચ્ચે આંશિક રીતે રદ
નિયંત્રિત ટ્રેન
વડનગર-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ (20960) 1.30 કલાક મોડી.