વડોદરા: મચ્છીપીઠમાં ચાલતા નશાના કારોબાર ઉપર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરની SOG દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાખો રુપિયાના એમ.ડી. ડ્રગ્સને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગેરરીતિ કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: વડોદરામાં SOG દ્વારા કામગીરી કરાઇ હતી જેમાં મચ્છીપીઠ વિસ્તારમાં વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કોમ્પલેક્ષના પ્રથમ માળે SOGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ SOGની ટીમને 50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જેની અંદાજીત કિંમત રૂ. 5 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ માલ હમઝા સલીમ નામના શખ્સને ત્યાંથી પકડવામાં આવ્યો હતો. વડોદરા SOG દ્વારા અગાઉ પણ શહેરમાં ડ્રગ્સનો કારોબાર કરનારાઓની કમર તોડી નાંખવામાં આવી ચુકી છે. વધુ એક વખત SOGના સપાટાને પગલે ચકચાર મચી જવા પામી છે.જેમાં 2 ઈસમોની અટકાયત કરવામાં આવી હતી.
50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું: SOG દ્વારા 50 ગ્રામ જેટલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. SOG ટીમ દ્વારા સમગ્ર કોમ્પલેક્ષમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સવારથી SOG દ્વારા કામગીરી આરંભી હતી.આ કાર્યવાહીમાં બપોર સુધી એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ અગાઉ પણ આ જ વિસ્તારમાંથી SOGની ટીમને મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આ રીતે ગેરરીતિ સાથેના ધંધામાં સંકળાયેલા લોકોમાં ભારે ફફળાટ ફેલાઈ ગયો હતો.