ETV Bharat / state

ધાર્મિક વિધિ વિધાન સાથે સમગ્ર વિશ્વના ભાઈઓનું કલ્યાણ અને દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ સમક્ષ પ્રાર્થના કરતી બહેનો - Raksha bandhan 2024 - RAKSHA BANDHAN 2024

શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવે છે, ત્યારે આજે ખાસ રક્ષાબંધન તહેવારને લઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવેલી મહિલા શ્રદ્ધાળુએ સમગ્ર વિશ્વના ભાઈઓનું કલ્યાણ થાય અને ભારતની રક્ષા કાજે સતત સેવા આપી રહેલા આપણા સૈનિકોના દીર્ઘ આયુષ્ય માટે પણ બહેનોએ ખાસ સોમનાથ મહાદેવ ક્ષમક્ષ પ્રાર્થના કરી હતી.

સોમનાથમાં રક્ષાબંધનની ઉજવણી
સોમનાથમાં રક્ષાબંધનની ઉજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 19, 2024, 3:57 PM IST

સોમનાથમાં રક્ષાબંધનની ઉજવણી (Etv Bharat Gujarat)

સોમનાથ: રક્ષાબંધનના પાવન તહેવારે શ્રાવણી પૂનમ અને શ્રાવણ મહિનાના સોમવારે સોમનાથ મહાદેવ શમીપે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આજે ખાસ મહાદેવને રાખડીના શણગારની સાથે પાલખીયાત્રા કરીને બહેનોએ પોતાના ભાઈની સુરક્ષા અને સરહદ પર સતત રાષ્ટ્રને સુરક્ષિત રાખતા સૈનિકોની દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

સોમનાથમાં ઉજવાયું રક્ષાબંધનનુ પર્વ: આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના તહેવારને લઈને સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આજે સોમનાથ મહાદેવને વિશેષ રાખડી નો શણગાર કરીને પરંપરાગત રીતે શ્રાવણ મહિનાના સોમવારે કાઢવામાં આવતી મહાદેવની પાલખી યાત્રાના દર્શન કરીને શિવભક્તોએ શ્રાવણના સોમવારની સાથે રક્ષાબંધનના તહેવારની પણ ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર પરિષદ શિવભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. બપોરના 1:00 વાગ્યા સુધીમાં અંદાજિત ત્રીસ હજાર જેટલા શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

રક્ષાબંધનની કરાઈ ઉજવણી: શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવે છે, ત્યારે આજે ખાસ રક્ષાબંધન તહેવારને લઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવેલી મહિલા શ્રદ્ધાળુએ સમગ્ર વિશ્વના ભાઈઓનું કલ્યાણ થાય અને ભારતની રક્ષા કાજે સતત સેવા આપી રહેલા આપણા સૈનિકોના દીર્ઘ આયુષ્ય માટે પણ બહેનોએ ખાસ સોમનાથ મહાદેવ ક્ષમક્ષ પ્રાર્થના કરી હતી. આજે દિવસ દરમિયાન રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખીને પણ સોમનાથ મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે, જેમાં પણ શ્રદ્ધાળુઓ સામેલ થઈને શ્રાવણ ના સોમવારની સાથે રક્ષાબંધનની પણ અનોખી રીતે ઉજવણી કરશે.

આ પણ વાંચો:

  1. બળેવ પર્વના દિવસે ભુદેવોએ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી, જાણો રક્ષાબંધન, નારીયેલી પૂર્ણિમા ના વિશેષ મહત્વ અંગે - Raksha Bandhan 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.