ETV Bharat / state

વીજ કંપનીઓની ગ્રાહક ફરિયાદ નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરુ કરી ખાસ સુવિધા, જાણો - SINGLE ONLINE PORTAL E CGRF

GUVNLની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહકો માટે ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ (ઈ-CGRF) ની ખાસ સુવિધા શરુ કરાઈ છે.

વીજ કંપનીઓની ગ્રાહક ફરિયાદ નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરુ કરી ખાસ સુવિધા
વીજ કંપનીઓની ગ્રાહક ફરિયાદ નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરુ કરી ખાસ સુવિધા (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 7:48 AM IST

અમદાવાદ: રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં (CGRF) ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે “સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ-CGRF” નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

ગ્રાહક ઓનલાઇન ફરિયાદ કરી શકશે: વીજ વિતરણ કંપનીઓ દ્વારા ક્ષેત્રીય કચેરી તથા વડી કચેરી ખાતે ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને ઓમ્બુડ્સમેન, વિનિમયો 2019ની જોગવાઈ અંતર્ગત સ્થાપેલ ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ (CGRF) ની સ્થાપના કરવામાં આવી છે. ગ્રાહક / અરજદાર વીજ વિતરણ કંપની દ્વારા ફરિયાદ સંબધમાં લીધેલા પગલા અથવા તકરારના કીસ્સામાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમનો સંપર્ક કરી શકે છે. અત્યાર સુધી, વીજ ગ્રાહકો CGRFમાં પત્ર, ઈ-મેલ આઈડી થકી કે રૂબરૂ આવીને ફરિયાદ કરી શકતા હતા. પરંતુ હવે આ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગ્રાહકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાશે: રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકોને સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપરાંત સારી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. “ઇઝ ઓફ લિવિંગ” યોજનાના ભાગરૂપે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે, ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં (CGRF) ઓનલાઈન ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓનું સિંગલ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી ગ્રાહકને ઈ-ફાઈલિંગ, એપ્લીકેશન ટ્રેકિંગ, ઓનલાઈન ઓર્ડેર જેવી સુવિધા મળશે.

પોર્ટલ પર કોઇ પણ સમયે ફરિયાદ થઇ શકશે: આ પોર્ટલ દ્વારા ગ્રાહકો નામદાર ગુજરાત વીજ નિયમન આયોગના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને ઓમ્બુડ્સમેન, વિનિમયો 2019 અંતર્ગત સમાવિષ્ટ કરેલ સેવા અંગે ઓનલાઈન ફરિયાદ કરી શકશે. ઓનલાઈન પોર્ટલ થકી કોઈપણ સમયે, કોઈ પણ સ્થળેથી ફરિયાદ નોંધાવી શકશે અને ઓટો જનરેટેડ ફરિયાદ નંબર અને પોતાની ફરિયાદના ટ્રેકિંગ થકી પારદર્શિતામાં વધારો થશે. વધુ માહિતી માટે ઑનલાઇન પોર્ટલ cgrf.guvnl.com ની મુલાકાત લઈ શકે છે.

વીજ કંપની દ્વારા ફરિયાદ નિવારણ સેવા શરુ: રાજ્યના ગ્રાહકો વીજળીને લગતી ફરિયાદો વીજ કંપની દ્વારા સ્થાપિત ફરિયાદ નિવારણ સેવા જેવી કે, 24x7 ટોલ ફ્રી કોલ સેન્ટર, મોબાઈલ એપ્લિકેશન, ઓનલાઈન પોર્ટલ, વોટ્સએપ નંબર, લોકલ ફોલ્ટ સેન્ટર, વેબ ચેટ જેવા માધ્યમ થકી નોંધાવી શકે છે અને ગ્રાહકોની સમસ્યાઓનું નિવારણ કરવા વીજ વિતરણ કંપનીઓની પેટા વિભાગીય કચેરી પર ફોલ્ટ રેકટીફીકેશન ટીમ સતત કાર્યરત હોય છે. તેમજ ફરિયાદ નિવારણ માટે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યા છે.

ફરિયાદ નોધણી માટે ટોલ ફ્રી નંબર:

  1. DGVCL: 1800 233 3003/19123
  2. MGVCL: 1800 233 2670/19124
  3. PGVCL: 1800 233 155333/19122
  4. UGVCL: 1800 233 155335/19121.

આ પણ વાંચો:

  1. પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માગતા, ઈચ્છુક ઉમેદવારો આ તારીખે કરી શકશે અરજી
  2. વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર: PM મોદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.