ETV Bharat / state

ડાકોરમાં શ્રાવણી પૂનમની ભક્તિપૂર્ણ ઉજવણી, રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી - Shravani Poonam 2024 - SHRAVANI POONAM 2024

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે ભગવાન રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી હતી. Dakor shravani poonam darshan

ડાકોર જગન્નાથ મંદિર
ડાકોર જગન્નાથ મંદિર (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 8:22 AM IST

ખેડા : ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધને ભગવાન રણછોડરાયે સોનાની તેમજ સુતરની જનોઈ ધારણ કરી હતી. વહેલી સવારથી જ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા.

ડાકોરમાં શ્રાવણી પૂનમની ભક્તિપૂર્ણ ઉજવણી (ETV Bharat Reporter)

રાજાધિરાજને વિશેષ શણગાર : શ્રાવણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયે વિશેષ શણગાર ધારણ કર્યો હતો. જગન્નાથ મંદિરમાં સવારે મંગળા આરતી બાદ ભગવાનને શૃંગાર ધરાવાયો હતો. જેમાં સવા કરોડનો મોટો મુગટ તેમજ સોના ચાંદીના વિશેષ અલંકાર ધરવામાં આવ્યા હતા. વિશેષ શણગારમાં રાજાધિરાજના દિવ્ય દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

મોતી જડિત રાખડી : રક્ષાબંધન પર્વ પર પરંપરા મુજબ પ્રતિ વર્ષ શુભ મુહૂર્તમાં ભગવાનને રાખડી બાંધવામાં આવે છે. જે મુજબ ઉત્થાપન આરતી સમયે ચાર વાગ્યાના અરસામાં ભગવાન રણછોડરાય મહારાજને સાચા મોતી જડિત રક્ષા બાંધવામાં આવી હતી. તેમજ ભગવાનને સોના અને સુતરની જનોઈ ધારણ કરાવવામાં આવી હતી. ભગવાનને રાખડી બાંધવાના સમયે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતા.

ડાકોર જગન્નાથ મંદિર
ડાકોર જગન્નાથ મંદિર (ETV Bharat Reporter)

પૂનમના દર્શનનો ખાસ મહિમા : યાત્રાધામ ડાકોર ખાતે પૂનમના દર્શનનો વિશેષ મહિમા છે. રક્ષાબંધન પર્વે નાળિયેરી પૂનમ કે શ્રાવણી પૂનમ મોટી પૂનમ ગણાય છે. જેને લઈ રણછોડરાયજીના દર્શન માટે વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા. જય રણછોડના નાદથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે મંદિર કમિટી અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

શ્રાવણી પૂનમનું વિશેષ મહત્વ : મંદિરના પૂજારી બિરેન પંડ્યાએ જણાવ્યું કે, રક્ષાબંધનની પૂનમનું રણછોડરાયજી મંદિરમાં વિશેષ મહત્વ છે. શ્રી રણછોડરાયજી મહારાજના વહેલી સવારથી જ દર્શન ખુલ્લા રહે છે. મંગળા આરતી પછી શ્રીજી મહારાજને સ્નાન બાદ શૃંગાર ધરાવવામાં આવે છે. તેમાં સવા કરોડનો મુગટ ખાસ ધરાવવામાં આવ્યો છે. ત્યારબાદ શ્રીજી મહારાજને આભૂષણોથી અલંકૃત કરી બિરાજમાન કરાવવામાં આવે છે. શુભ મુહૂર્તમાં રક્ષાબંધન થાય છે. ઠાકોરજીને જનોઈ પણ પહેરાવ્યા બાદ મહાભોગ ધરાવવામાં આવે છે.

  1. શ્રાવણી પૂર્ણિમાના દિવસે સોમનાથ મહાદેવને ચંદ્રદર્શન શ્રીંગાર કરવામાં આવ્યો
  2. વિશ્વના ભાઈઓના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરતી બહેનો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.