હૈદરાબાદ: રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે,કેટલીક વખત પુરપાટ ડ્રાઈવિંગ અને બેફિકરાઈથી વાહન ચલાવતા ચાલકો પોતાની સાથે અન્યની જિંદગીને પણ જોખમમાં મુકે છે.
અકસ્માતોના આવા ઘણા વીડિયો અવાર-નવાર વાયરલ થતાં રહે છે. ત્યારે વધુ જ એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જેમાં એક પુરપાટ કાર ઢાબામાં ઘૂસી આવે છે અને ગણતરીની સેકેન્ડમાં આખું ઢાબું સાફ કરી નાખે છે. જોકે, સદનશીબે બે યુવકો કારની અડફેટે આવતા બચતા પણ નજરે પડે છે. બેકાબુ કાર નીચે કેટલાંક યુવાનો કચડાઈ ગયા હોવાનું પણ અનુમાન છે.સમગ્ર ઘટના ઢાબામાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.જોકે, આ વીડિયો ક્યાનો છે ત્યાંની પુષ્ટી થઈ શકી નથી.