ETV Bharat / state

મહેસાણામાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 51,000 રુદ્રાક્ષના વિશાળ શિવલિંગના અદભુત દર્શન - Huge Shivalinga of 51000 Rudraksha - HUGE SHIVALINGA OF 51000 RUDRAKSHA

“રુદ્ર” એટલે ભગવાન શિવ અને “અક્સ” એટલે શિવજીના આંસુ. વૈદિક શાસ્ત્રમાં રુદ્રાક્ષના વૃક્ષને શિવજીના આંસુની ઉત્પતિ માનાવામાં આવેલ છે. રુદ્રાક્ષ જ એક એવું અસરકારક અને અનિષ્ટને દૂર કરનારું વૃક્ષ છે. આમાં એટલી મહાન શક્તિ રહેલી છે કે આના દ્વારા મનુષ્ય ધારે તે પ્રાપ્ત કરી શકે છે.

મહેસાણામાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 51,000 રુદ્રાક્ષના વિશાળ શિવલિંગના અદભુત દર્શન
મહેસાણામાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 51,000 રુદ્રાક્ષના વિશાળ શિવલિંગના અદભુત દર્શન (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 5, 2024, 10:04 PM IST

મહેસાણામાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 51,000 રુદ્રાક્ષના વિશાળ શિવલિંગના અદભુત દર્શન (Etv Bharat gujarat)

મહેસાણા: શિવજીના ભક્તિમય શ્રાવણ માસમાં મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 51 હજાર રુદ્રાક્ષનું અલૌકિક શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અહી તૈયાર કરાયેલ રુદ્રાક્ષના શિવલિંગ માટે રુદ્રાક્ષ નેપાળથી મંગાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રિય આભૂષણ પણ માનવામાં આવે છે. અને વિદ્વાનો અને શાસ્ત્રોના મતે રુદ્રાક્ષ પહેરવાથી દિર્ઘાયુ તથા મનુષ્યને અકાળ મૃત્યુથી રક્ષા કરનાર મનાય છે.

રુદ્રાક્ષના દર્શનથી પાપોનો નાશ થાય છે: ગૃહસ્થ વ્યક્તિઓ માટે ઉપાર્જન અને કામ પ્રદાન કરવા, સંન્યાસિઓ માટે ધર્મ અને મોક્ષ પ્રદાન કરનાર મનાય છે. રુદ્રાક્ષ મનુષ્યની શારિરીક, માનસિક વ્યાધિઓ દૂર કરનાર અને માનસિક શાંતિ પ્રદાન કરનાર છે. યોગાભ્યાસમાં જોડાયેલ સાધકો માટે રુદ્રાક્ષ કુંડલીની જાગૃત કરવામાં સહાયક સિધ્ધ થયેલ છે. શાસ્ત્રોના મતાનુસાર રુદ્રાક્ષના દર્શન માત્રથી પાપોનો ક્ષય થાય છે. જેના ઘરમાં રુદ્રાક્ષની પૂજા થાય છે. ત્યાં લક્ષ્મીજીનો સદાય વાસ રહે છે. સાધારણતયા રુદ્રાક્ષનો પ્રભાવ 1 કે 2 દિવસમાં દેખાઈ આવે છે. એક રુદ્રાક્ષથી જો આટલા લાભ થતા હોય. તો 51 હજાર રુદ્રાક્ષના દર્શન માત્રથી શું ના થઇ શકે ?

રુદ્રાક્ષ અને શિવનો અતૂટ સંબંધ: શિવ આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ માહાત્મ્ય છે. રુદ્રાક્ષને શિવનાં નેત્ર કહેવામાં આવ્યા છે. રુદ્રાક્ષમાં શિવતત્વનો અંશ છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ કથા વિવિધ ગ્રંથોમાં જુદી-જુદી રીતે કહેવામાં આવી છે. પણ એક વાત નિશ્ચિત્ત છે કે, રુદ્રાક્ષ અને શિવનો અતુટ સંબંધ છે. પૃથ્વી પર રુદ્રાક્ષના સ્વરૂપે શિવતત્વ બિરાજે છે. શિવપુરાણમાં રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા દર્શાવવામાં આવી છે. મહાબલિ અસુરાજ ત્રિપરાસુર દેવો અને ઋષિઓ પર ત્રાસ ગુજારતો હતો. ત્રિપુરાસુર ઋષિઓના યજ્ઞાકાર્યમાં વિઘ્ન નાંખતો હતો. અસુરરાજ ત્રિપુરાસુરને બ્રહ્માજીએ અજર અમર રહેવાનું વરદાન આપ્યું હતું. તેથી ત્રિપુરાસુર નિર્ભય બનીને આ વરદાનનો દુરુપયોગ કરતો હતો. તે આસુરી શક્તિથી દૈવીય કાર્યોમાં અડચણ ઊભી કરતો હતો.

મહાદેવના આંસુ છે રુદ્રાક્ષ: અસુરરાજનો ત્રાસ વધી જતા તેમાંથી મુક્તિ મેળવવા બધા જ ઋષિમુનિઓ મહાદેવ પાસે ગયા. દેવોના દેવ મહાદેવને સ્તુતિ કરી અને તેમને અસુરરાજના અત્યાચારમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી. મહાદેવે અસુરરાજનો નાશ કરવા તેની સાથે યુદ્ધ શરૂ કર્યું. આ યુદ્ધ સહસ્ત્ર વર્ષ ચાલ્યું અને તેનું કોઇ પરિણામ આવ્યું નહીં. યુદ્ધમાં સતત વ્યસ્ત રહેવાને લીધે મહાદેવની આંખમાં પીડા થવા લાગી અને અસહ્ય પીડાને લીધે તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. આ તમામ આંસુનાં ટીપાં ધરતી પર જ્યાં જ્યાં પડયાં ત્યાં વૃક્ષ ઊગી નીકળ્યાં. કાળાંતરે એ વૃક્ષ પર ફળો આવ્યાં તે રુદ્રાક્ષ કહેવાયા.

ભગવાન શિવની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ: રુદ્રાક્ષ એકથી લઈ એકવીસ મુખી ઉપરાંત ગૌરીશંકર, ગણેશગૌરી, ત્રીજુટી વગેરે પ્રકારના રુદ્રાક્ષ ઉપલબ્ધ હોય છે. એક થી ચૌદ મુખી રુદ્રાક્ષ સરળતાથી મેળવી શકાય છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે.

  1. આટકોટની વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીના દુષ્કર્મ કેસ મામલે, જીલ્લા ભાજપ પ્રમુખે આપ્યું નિવેદન - Atkot Vidya Complex rape case
  2. ભુજમાં લોકો ગટરની સમસ્યાથી થયા ત્રસ્ત, નગરપાલિકાના પ્રમુખ સમક્ષ કરી રજૂઆત - Drainage problem in Bhuj

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.