પાટણ: હાલ રાજ્યમાં ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે આજે ગણેશજીની સ્થાપનના પાંચ દિવસ પુરા થતા અમુક લોકો વિસર્જન કરે છે. ત્યારે પાટણમાં વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાટણના સરસ્વતી બેરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત લોકો ડૂબી ગયા છે, જેમાંથી ચારના મોત થયા છે જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા છે.
ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કીરીટ પટેલ, એમડીએમ, મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ ઉપરાંત આસપાસના તાલુકાના વિસ્તારોમાંથી ઘટના સ્થળે પાંચ જેટલી 108ની એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે.
એક જ પરિવારના સાત સભ્યો નદીમાં ડૂબ્યા: મળતી માહિતી મુજબ પાટણ શહેરના સરસ્વતી બેરેજમાં ગણેશ વિસર્જન માટે આવેલા અને પાટણ વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સાત સભ્યો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મૃતકના નામ:
- શિતલબેન નિતિનભાઈ પ્રજાપતિ (માતા)
- જિતિન નિતિનભાઈ પ્રજાપતિ (પુત્ર)
- દક્ષ નિતિનભાઈ પ્રજાપતિ (પુત્ર)
- નયન રમેશભાઈ પ્રજાપતિ (મામા)
આ પણ વાંચો