ETV Bharat / state

જુનાગઢ સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, સાત લોકોના ઘટના સ્થળે જ મોત - JUNAGADH ACCIDENTS NATIONAL HIGHWAY

જૂનાગઢ માળિયા-હાટીનાના ભંડુરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં સાત લોકોના મોત થયા છે.

જુનાગઢ સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત
જુનાગઢ સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 10:31 AM IST

Updated : Dec 9, 2024, 10:50 AM IST

જુનાગઢ: જુનાગઢ સોમનાથ નેશનલ હાઇવે આજે સવારે 8 વાગ્યાના અરસામાં મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. જુનાગઢ થી સોમનાથ તરફ જઈ રહેલા હાઈવે પર ભંડુરી ગામ પાસે બે કાર સામસામે અથડાતા તેમાં સાત લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અકસ્માતની જાણ થતા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચે હતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ સાતે સાત વ્યક્તિઓના મૃતદેહને માળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

એક સાથે સાત વ્યક્તિના મોતથી જિલ્લામાં હાહાકાર: માળીયા તાલુકાના ભંડુરી ગામ પાસે આઠથી 8:30 વાગ્યામાં ના અરસામાં બે કાર જેના નંબર જી.જે.11.એસ 4416 અને જી.જે 11.સીડી 3064 નંબરની કાર ધડાકા ભારે અથડાઈ હતી. જે પૈકીની કોઈ કારમાં સીએનજી ગેસ બોટલ બ્લાસ્ટ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી, જેને કારણે એક મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ 108 દ્વારા માળિયા ગળું અને કેશોદ માંથી 1-1 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી. જે જગ્યા પર અકસ્માત થયો ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકોનો મત એવો પણ છે કે, બંનેમાંથી એક કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને બીજા માર્ગ પર પડી હતી, જેને કારણે સામેથી આવનાર બીજી એક કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેને કારણે સાત લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદ પોલીસની કસ્ટડીમાં સુરેન્દ્રનગરના ભુવાનું ભેદી મોત, 12 લોકોની હત્યાનો હતો આરોપ
Last Updated : Dec 9, 2024, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.