રાજકોટ: એક તરફ ઉનાળુ વેકેસન પૂરુ થઇ ગયું છે. અને નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે. ત્યારે આજથી રાજકોટમાં 3000 જેટલી સ્કૂલ વાન ચાલકો અને રીક્ષા ચાલકો અચોક્કસ મુદ્દત માટેની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળ મુદ્દે રાજકોટના ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં વાહનચાલકો ભેગા થયા છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને વિરોધમાં સ્કુલ વાન અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. પ્રાઇવેટ પાર્સિંગને લઈને પણ ઘણા સમયથી સ્કૂલ વાન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રીક્ષા-સ્કૂલવાન ચાલકોનું કહેવુ છે કે વાનમાં પાટિયા પર વિદ્યાર્થીઓને બેસાડવાની છૂટ આપવામાં આવે. આ હડતાળથી વાલીઓને હાલાકી ભાગવવી પડી રહી છે.
રાજકોટમાં 3000 જેટલા સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા, વિદ્યાર્થીઓ-વાલીઓને હાલાકી - School van and rickshaw strike - SCHOOL VAN AND RICKSHAW STRIKE
આજથી રાજકોટમાં 3000 જેટલા સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો અચોક્કસ મુદ્દત માટેની હડતાળ પર ઉતર્યા છે. શા માટે? જાણો આ અહેવાલમાં... School van and rickshaw drivers strike
Published : Jun 18, 2024, 12:34 PM IST