સુરત : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટરની બળાત્કારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર મહિલાએ 53 વર્ષીય સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે, નોકરી આપવાની લાલચ આપી સેનેટરી ઇન્સ્પેક્ટરે દુષ્કર્મ આચર્યું હતું.
બળાત્કારી કર્મચારી : સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા અને પીડિતા ગયા વર્ષે એક આધ્યાત્મિક મંડળમાં મળ્યા હતા. દિવાળી પછી આરોપી મહિલાના ઘરે ગયો અને નોકરીની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત ફોટો વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ પણ કરી રહ્યો હતો.
મહિલાએ આરોપ લગાવ્યો હતો લગ્ન અને નોકરીની લાલચ આપીને સેનેટરી ઇન્સ્પેક્ટરે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ગુરુવારે પીડિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. -- ચીરાગ પટેલ (સુરત ACP)
લગ્ન-નોકરીની લાલચે દુષ્કર્મ આચર્યું : ત્યારબાદ પણ આ ફોટો પરિવારના સભ્યોને બતાવવાની ધમકી આપીને મહિલાના તેના ઘરે જઈને ઘણીવાર બળાત્કાર કર્યો હતો. ઉપરાંત જો મહિલા તેના પરિવાર અથવા પોલીસને કંઈપણ જણાવશે તો તેની પુત્રીને મારી નાખવાની આરોપીએ ધમકી આપી હતી. આરોપીએ પીડિતાને લગ્નની લાલચ આપીને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું.
આરોપીની અટકાયત : સુરત ACP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, મહિલાએ આરોપ લગાવ્યો હતો લગ્ન અને નોકરીની લાલચ આપીને સેનેટરી ઇન્સ્પેક્ટરે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સુરત ટેક્સટાઇલ માર્કેટ પાસેના SMC ના ટોયલેટ બ્લોકમાં પણ આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ગુરુવારે પીડિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.