જામનગર: ગણેશ મહોત્સવને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. લોકો ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરીને પૂજા પાઠ કરશે.ત્યારે અત્યારથી જ જામનગરમાં ગણેશજીની મૂર્તિઓનું વેંચાણ થતું જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા POP મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે મોટા ભાગના કલાકારો માટીના મૂર્તિઓ બનાવી રહ્યાં છે. ત્યારે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં અઢી હજાર જેટલી ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે.
વિવિધ વેરાઇટીના ગણેશજી ઉપલબ્ધ: માટીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિની કિંમત રુ. 100 થી 5000 સુધીની છે. જેમાંની કુલ 155 પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આમાં વિવિધ વેરાઇટીના ગણેશજી ઉપલબ્ધ છે. જેમાં સિદ્ધિ વિનાયક ગણેશ, બાલ ગણેશ, શિવજીના વેશમાં ગણેશ તેમજ કૃષ્ણના વેશમાં ગણેશની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. માટીની મૂર્તિઓ બનાવાતા કલાકારોએ જણાવ્યું કે, તેઓ વર્ષોથી ગણેશજીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને માટીની મૂર્તિઓ બનાવી રહ્યા છે. માટીની મૂર્તિઓ પ્રદૂષણ ફેલાવતી નથી અને તેનાથી પર્યાવરણનું જતન થાય છે.
પર્યાવરણને નુકસાન પહોંચે તેવી મૂર્તિઓનું વેંચાણ: ખાસ કરીને છેલ્લા દિવસે ગણેશ ભગવાનને વિસર્જિત કરવામાં આવે છે. ત્યારે તેના લીધે પ્રદૂષણ ફેલાય છે અને જીવસૃષ્ટીને પણ નુકસાન થાય છે. જામનગરમાં શેરી- ગલીઓમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવે છે. જોકે પર્યાવરણને નુકસાન તેવી મૂર્તિઓ હજુ પણ બજારોમાં વેંચાઇ રહી છે અને લોકો એને ખરીદી પણ રહ્યાં છે. જામનગર તંત્ર દ્વારા હજુ કોઇ પણ પ્રકારનું ચેકીંગ કરવામાં આવી રહ્યું નથી. જેને કારણે POPની મૂર્તિઓનું વેંચાણ થઇ રહ્યું છે.
આ પણ વાંચો: