રાજકોટઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર એક કાર્યક્રમમાં ભાગ લેવા રાજકોટ આવ્યા હતા. તેમણે ભારત દેશની સિદ્ધિઓ અને કેન્દ્ર સરકારના સુશાસન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે એક બદલાવ આવે છે અને એ બદલાવ પ્રજા સરકાર દ્વારા લેવાતા નિર્ણયો અને સરકારની જે દુરદર્શી નીતિઓ હોય છે તેને ધ્યાને લઈ અને અમલમાં લઈ આવે છે.
20 કરોડ આવાસઃ પાછલા એક દશકની ઉપલબ્ધિઓમાં 80 કરોડ લોકોને મફત અનાજ તેમજ ૨૦ કરોડ આવાસ યોજનાનાં લાભાર્થીઓની સંખ્યાને યુરોપ અને જાપાનની જનસંખ્યા ના આંકડાઓ સાથે સરખાવતા વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે આવું કાર્ય કદાચ વિશ્વમાં ક્યાંય કરવામાં આવ્યું નથી.
3જી મજબૂત અર્થ વ્યવસ્થાઃ ભારત જે રીતે આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે જે પ્રગતિ કરી રહ્યું છે તે જણાવતા વિદેશ પ્રધાને કહ્યું હતું કે, વિશ્વની ટોચની રેટિંગ એજન્સીસ તેમજ નાણાકીય સંસ્થાઓએ ભારત આવનારા દિવસોમાં વિશ્વની 3જી મજબૂત અર્થવ્યવસ્થા બનીને રહેશે તેવા અનુમાનો રજૂ કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, ભારતનો વિકાસ માત્ર ભારત પૂરતો ન રહી અને એક પ્રકારે ઇન્ક્લુઝિવ વિકાસ બની રહે તે પણ ધ્યાને લઈ અને સરકારે અનેક યોજનાઓ કાર્યરત કરી છે.
90 હવાઈ ઉડાનઃ વૈશ્વિક સ્તરે ભારતની સ્વીકૃતિ વધુ પ્રબળ બની હોવાનો દાવો કરતા વિદેશ પ્રધાને આફ્રિકન રાષ્ટ્રો, યુધગ્રસ્ત યુક્રેન, સોનાલીયા, સુદાન, યમન, હૈટી, રશિયા જેવાં રાષ્ટ્રોમાંથી બહાર લવાયેલા ભારતીયો માટે કરવામાં આવેલી કવાયતોનાં દાખલાઓ આપતા જણાવ્યું હતું કે યુક્રેનમાં જ્યારે અન્ય વિકસિત રાષ્ટ્રો ત્રણથી ચાર હવાઈ જહાજો ઉડાવી રહ્યા હતા ત્યારે ભારતે 90 હવાઈ ઉડાનો ભરેલી છે.
રેસ્કયુ મિશન્સની સફળતાઃ રેસ્ક્યુ મિશન્સની સફળતાનો યશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા જયશંકરે જણાવ્યું હતું કે આ રેસ્ટ્યુ મિશનો કોઈ ફાઈલોમાં ફસાઈ ન રહે અને એમાં કોઈ ઢીલ ના થાય એનું જે મોડલ પ્રધાનમંત્રી દ્વારા અપનાવવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે કારણ કે આ વ્યવસ્થામાં એક ચોક્કસ ભંડોળ રિઝર્વ ફંડ તરીકે રાખવામાં આવે છે અને સેનાની ત્રણ ત્રણેય પાંખો સાથે તેમજ અન્ય એજન્સીઓ સાથે સંકલિત રીતે કાર્ય હાથ ધરી અને આવા આંતરરાષ્ટ્રીય રેસ્ટ્યુ મિશનો જેમાં ભારતીયો ફસાયેલા હોય તેને કેમ સફળતાપૂર્વક પાળ પાડવું તેનું આયોજન ભારત સરકાર હવે બખૂબી સંભાળી રહી છે. ભારતની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ ભારતની વસ્તી તે તેનો એસેટ સાબિત થવા જઈ રહી છે જ્યારે અન્ય રાષ્ટ્રોમાં યુવાધન ઘટી રહ્યું છે એવા સમયે ભારતમાં વધતી જતી જન સંખ્યા એ ભારતને આર્થિક અને સામાજિક રીતે હજુ આગળ લઈ જશે તેવો મત વિદેશ મંત્રીએ રજૂ કર્યો હતો.
ચિપ ડિપ્લોમસી અને ચિપ વોરઃ હવે ભારત ચિપ સેક્ટરમાં એક અગ્રીમ હરોળનો દેશ બની રહ્યું છે તેવું જયશંકરે જણાવ્યું હતું. ભારત આગામી દિવસોમાં એક ચીપ મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે અને તેના શ્રી ગણેશ ગુજરાતમાં ધોલેરા ખાતે આવનારા પ્લાન્ટમાં થઈ રહ્યા છે સાથે સાથે ભારત 85 હજાર એવા ઇજનેરો તૈયાર કરશે જે સેમિકન્ડક્ટર અને ચિફ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ક્રાંતિ સરસ છે તેવું વિદેશ મંત્રી નું કહેવું હતું. ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે આવનારી ક્રાંતિમાં ભારત પણ પાછળ નહીં રહે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભારત એક આખી નવી વ્યવસ્થા ઊભું કરવા જઈ રહ્યું છે તેવું વધુમાં વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું.
25 કરોડ ભારતીયો ગરીબી રેખાની ઉપરઃ આજે જ્યારે ભારતની જનસંખ્યા વૈશ્વિક જનસંખ્યા ની 15 થી 16 ટકા આબાદી થી ઘેરાયેલી છે એવા સમયે 25 કરોડ ભારતીયોને ગરીબીની રેખાથી ઉપર લઈ જઈ અને ભારતે સાબિત કરી આપ્યું છે કે લોકતાંત્રિક ઢબે હકારાત્મક અને સકારાત્મક રીતે પરિણામો લાવી શકાય છે તેવું જયશંકરે કહ્યું હતું. એકંદરે આવનારા દિવસોમાં ભારત વૈશ્વિક સ્તરે એક આર્થિક અને સામાજિક ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ સર્જવા જઈ રહ્યું છે અને તેનો લાભ ભારવાસીઓને અને ભારતમાં વસેલા લાભાર્થીઓને તો ચોક્કસ મળશે જ મળશે પણ વિશ્વના વસેલા ભારતીયો પણ આનો લાભ લેતા થઈ જશે તેવું જયશંકર નું માનવું છે.