ETV Bharat / state

વડોદરામાં દબાણ ટીમ સાથે ઘર્ષણ કરનાર 10 સામે રાયોટિંગનો ગુનો, 10 લોકોની ધરપકડ

વડોદરાના નવાપુરા પોલીસ મથકમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ ભેગા થઇને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી હતી ત્યારે 10 સામે રાયોટિંગનો ગુન્હો નોંધાયો.

વડોદરામાં દબાણ ટીમ સાથે ઘર્ષણ કરનાર 10 સામે રાયોટિંગનો ગુનો
વડોદરામાં દબાણ ટીમ સાથે ઘર્ષણ કરનાર 10 સામે રાયોટિંગનો ગુનો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

વડોદરા: શહેરમાં ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત 22 નવેમ્બરના રોજ શહેરના નવાપુરા પોલીસ મથકમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ ભેગા થઇને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ઝપાઝપી કરીને એક અધિકારીને લાફો મારી દીધો હતો. જેથી કામગીરીમાં અડચણ ઉભી થઇ હતી.

અધિકારીઓને મારી નાખવાની ધમકીનો આક્ષેપ: વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન માથાકૂટ કરનારા તત્વો સામે પોલીસ તંત્ર એ કડક કાર્યવાહી કરી છે. 22 નવેમ્બરના રોજ મહેબુબપુરા ખાતે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રોડ ઉપર લારી, ગલ્લા, પથારા અને હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન સ્થાનિકોએ ટોળે વળીને પાલિકાના સ્ટાફ જોડે ગાળા-ગાળી અને ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ હીરેનભાઇ નરેશભાઇ ચુનારાને લાફો મારીને મારી નાંખવાની ધમકી આપી હતી.

વડોદરામાં દબાણ ટીમ સાથે ઘર્ષણ કરનાર 10 સામે રાયોટિંગનો ગુનો (Etv Bharat gujarat)

પોલીસ એકશન મોડમાં આવી: પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નવાપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આવા માથાભારે તત્વો ફરી આવી ભૂલ ન કરે તેના ભાગ રૂપે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલ આરોપીઓ: પાલિકાની ટીમ સાથે ઝપાઝપી કરનારા 10 આરોપીઓ અખતરમિયાં ઉર્ફે અકુ યાકુબમીયા શેખ, ઇકબાલ ઉર્ફે ઇલ્લુ મહંમહ બનીફ ઉર્ફે બન્નુભાઇ શેખ,સમીરખાન ઉર્ફે ઠંડૂ બસીરખાન બલોચ, ઇમરાન ઉર્ફે તિજોરીવાલા, ઇસ્માઇલ શેખ ફૈઝલ ઉર્ફે અગેલી, ઝાફરમીયા બાબરચી અયાશ ઉર્ફે શબ્બીર, પીરમહંમદ પઠાણ વસીમખાન ઉર્ફે મામામોર, હશનખાન પઠાણ શાહરૂખખાન ઉર્ફે ગની, હશનખાન ઉર્ફે બાબાડુમ પઠાણ, શકલ અહેમદ ઇકબાલ શેખ શબ્બીર ઉર્ફે ચપટ, હનીફમીયા શેખ આ તમામ આરોપીઓ નવાપુરા મહેબુબપુરાના રહેવાસી છે .જેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. ગાંધીધામમાં કોકેઈનના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા, હજુ 1 ફરાર
  2. વડોદરામાં તબીબ બન્યા ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો શિકાર, પોલીસે 4 આરોપીઓને પકડીને 32 લાખ પાછા અપાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.