રાજકોટ: ગુજરાતનું પ્રસિદ્ધ લોક મેળો રાજકોટ ખાતે યોજાય છે. લોકમેળા દરમિયાન દસ લાખથી પણ વધુ લોકો આ મેળાની મજા લોકો માણતા હોય છે પરંતુ આ વખતે આ લોકમેળો એસ ઓ પી ને લઇ વિવાદમાં ફસાયો છે અને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો અને હાઇકોર્ટ દ્વારા પણ આકરું વલણ અપનાવવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે શું કહ્યું? સમગ્ર મામલે પોલીસ કમિશનર બ્રજેશ ઝા ની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે, ગેમ ઝોન અને રાઈડસ સહિતના માટે ખાસ SOP બનાવવામાં આવી છે. અલગ અલગ વિભાગને આ જવાબદારી સોંપવામાં આવી છે. જેતે વિભાગ પાસે અરજી બાબતે કાર્યવાહી કરવાની રહેશે.
નિયમો પાળવા હશે તો જ મંજુરી મળશેઃ વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, લોકમેળાને લઈને અરજી આવી નથી, ખાનગી મેળાની 5 અરજી આવી છે. અમારી પાસે અલગ અલગ વિભાગની મંજૂરી અને ગાઈડ લાઈન મુજબ અમારા દ્વારા નિર્ણય લેવાશે. આ અરજીઓ માટે પોલીસ વિભાગ 24 કલાક ખુલ્લો છે. જો મંજૂરી આપવા માટે જરૂરી અને નિયમ મુજબ હશે તો જ મંજૂરી આપવામાં આવશે. જ્યાં સુધીની મંજૂરીની વાત છે જો નિયમ મુજબ હશે તો જ મંજૂરી આપવામાં આવશે. કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નહીં. જો SOP મુજબ હશે તો જ મંજૂરી આપવામાં આવશે. અરજી મળ્યા બાદ તંત્ર તરફથી નિર્ણય કરાશે.
કલેક્ટરે પણ કડક નિયમોના પાલનની કરી વાતઃ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે આજે સાંજે 4.30 કલાકે મેળો ખુલ્લો મુકાશે, સૌરાષ્ટ્રના ધબકારા સમાન મેળાનું ઉદ્ઘાટન રાઘવજી પટેલ કરશે. મેળામાં ડ્રોન થકી સર્વેલન્સ કરાશે અને 1266 પોલીસ અધિકારી અને કર્મીઓ તૈનાત રહેશે. સાથે જ NDRF ટિમના જવાનો તૈનાત રહેશે. લોકમેળોમાં રાઇડ યોગ્ય હશે તો જ મંજુરી મળશે નહીતર રાઇડ ચાલુ નહીં થાય. લોકો માટે લોકમેળામાં નાની ચકરડી અને સ્ટોલ છે. હાઇકોર્ટની સુનાવણી મુજબ જેમ છે તેમ રાખીશું. જો ચકરડીને મંજૂરી નહીં મળે તો ચકરડી ચાલુ નહીં થાય. લોકોની સલામતીથી કોઈ બાંધછોડ નહીં થાય. Sop મુજબ હશે તો જ રાઇડર્સ ને NOC મળશે. મેળામાં બીજા પણ ઘણા આકર્ષણો છે.