ETV Bharat / state

અગ્નીકાંડ ઈફેક્ટઃ રાજકોટ લોકમેળામાં રાઈડ્સ ધારકોની કલેકટર સાથે બેઠક નિષ્ફળ, 'મુખ્યમંત્રીને રજૂઆત કરીશું' - Rajkot Fire

રાજકોટ અગ્નીકાંડની જ્વાળા હજુ પણ લોકોના મન દઝાડી જાય છે. તેવા સંજોગોમાં આવનારા સમયે યોજાનારો સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત રાજકોટનો લોકમેળો હવે કેવો રહે છે તેના પર મીટ મંડાઈ છે. આ મેળામાં રાઈડ્સ મુકવાથી લઈ અન્ય બાબતો મામલે કલેક્ટર સાથેની રાઈડ્સ ધારકોની મીટીંગ ફેઈલ થઈ હવે મુખ્યમંત્રી...

રાજકોટ કલેક્ટર સાથેની બેઠક
રાજકોટ કલેક્ટર સાથેની બેઠક (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 7:31 AM IST

રાજકોટ: આગામી જન્માષ્ટમીના તહેવારોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં લોકમેળાનું આયોજન થતું હોય છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત રાજકોટનો લોકમેળો 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. જોકે શહેરમાં રેસકોર્સ મેદાનમાં યોજાનારા આ લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રાઈડ્સ માટે ફાઉન્ડેશન, NDT રિપોર્ટ, ફિટનેસ સર્ટિ શક્ય ન હોય આજે કલેકટર સાથે બેઠક હતી પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ તંત્ર માટે હાલ વધુ એક બીજો ઝટકો અસહનીય બની શકે તેમ હોઈ હવે કડકાઈથી વર્તવુ જરૂરી બન્યું છે. જોકે હવે જોવું એ રહ્યું કે આ બેઠક પછી કડકાઈમાં કોઈ બાંધછોડ કરવામાં આવે છે કે કેમ.

લોકમેળામાં સ્ટોલ અને પ્લૉટમાં 30 ટકાનો ઘટાડોઃ TRP ગેમ ઝોન દુર્ઘટનાને લઈને આ લોકમેળામાં સ્ટોલ અને પ્લૉટમાં 30 ટકાનો ઘટાડો થતા ભાવમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે. જોકે તેમાં રાઇડ્સ ધારકો માટે ફિટનેશ સર્ટિ દાખલ કરતા રોષ જોવા મળ્યો છે . ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશન દ્વારા આજે રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અગાઉ કરેલી રજૂઆતમાં કાયમી એમ્યુઝમેન્ટ પાર્ક માટેનાં નિયમો ટેમ્પરરી લોકમેળાના રાઈડ્સ ધારકો માટે લાગૂ કર્યા તે રદ કરવાની માંગ કરવામા આવી હતી.

'નિયમોનું પાલન અશક્ય છે': જન્માષ્ટમીના તહેવારોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં લોકમેળાઓના આયોજન થતા હોય છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી જાણીતો રાજકોટનો લોકમેળો 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. જોકે શહેરમાં રેસકોર્સ મેદાનમાં યોજાનારા આ લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો બનાવમાં આવ્યા છે. જેમાં રાઈડ્સ માટે ફાઉન્ડેશન, NDT રિપોર્ટ, ફિટનેસ સર્ટિ શક્ય ન હોય આજે કલેકટર સાથે બેઠક હતી પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ હતી અને ત્યારબાદ ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશનના ઝાકીર બ્લોચે જણાવ્યું હતું કે, ઉપરોક્ત કડક નિયમો એમ્યુઝમેન્ટ પાર્ક માટે હોય છે, જે કાયમી હોય છે, પરંતુ માત્ર 5 દિવસ માટે યોજનારા લોકમેળામાં આ પ્રકારના નિયમો રાખવા યોગ્ય નથી. તેમજ તેનું પાલન કરવું પણ અશક્ય છે. આ રીતે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએ લોકમેળામાં રાઈડ્સ રાખી નહીં શકાય. જેથી આ બાબતે હવે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

રાઈડ્સ મોટાભાગે એસેમ્બલ કરેલી: તેમણે જણાવ્યું કે, કોઈપણ મેળો એ રાઈડ્સ વગર મેળો નથી ગણાતો. જે નિયમો ટેમ્પરરી મેળામાં યાંત્રિક ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે. લગભગ રાઈડસધારકો અભણ અને નિરક્ષર હોય છે. રાઈડ્સ ધારકો પાસેની ૬૦% થી ૮૦% રાઈડ્સ એસેમ્બલ કરી પ્રાઈવેટ કારખાના કે વર્કશોપમાં કારીગર દ્વારા બનાવવામાં આવી હોય છે. નાની રાઈડ્સ તો લગભગ એસેમ્બલથી જ બનાવેલી હોય છે. મોટી રાઈડસ કોઈ બ્રાન્ડેડ કંપની બનાવતી નથી. મોટી રાઈડની આવરદા નક્કી ન હોય, રાઈડ્સના પાર્ટસ તુટતા હોય તો તે બદલાવી રાઈડ્સ ચલાવવામાં આવે છે.

જુના નિયમો યથાવત રાખવા માગઃ ઝાકીર બલોચે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના PW.D. (યાંત્રિક) વિભાગના નવા નિયમો કાયમી પાર્ક માટે બરાબર છે. કેમકે તેઓને વાર્ષિક ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોય. પરંતુ પાંચ કે દસ દિવસના ટેમ્પરરી મેળા માટે આ નવા નિયમોને અનુસરવા અશક્ય છે. તેથી ટેમ્પરરી મેળા માટે જુના નિયમો યથાવત રાખવા માંગણી છે. જોકે કલેકટર દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવેલો છે. બાદમાં તેઓ જવાબ આપશે. હાલ રાજ્ય સરકારની SOP હોવાથી તેમા કોઈ ફેરફાર નહીં થઈ શકે તેવું જણાવ્યું હતું.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 68 મોત, રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સઘન સર્વે શરુ - Chandipura virus

ગુજરાતમાં મનમૂકીને વરસી રહ્યા છે મેઘમલ્હાર, રાજ્યમાં સરેરાશ 68.19 ટકા વરસાદ નોંધાયો - gujarat weather update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.