ETV Bharat / state

જાણો કોણ છે ગુજરાતના સૌથી ધનિક વિજેતા ઉમેદવાર ? ક્યા વિજેતાની ઘટી મિલકત ? - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

18 મી લોકસભામાં ગુજરાતથી ભાજપના 26 ઉમેદવારો ચૂંટાયા છે. 2019 ની સરખામણીએ 2024માં રિપીટ ઉમેદવારની મિલકતમાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સાંસદોની મિલકતમાં શું વધારો-ઘટાડો થયો એ જાણીએ...

જાણો કોણ છે ગુજરાતના સૌથી ધનિક વિજેતા ઉમેદવાર ?
જાણો કોણ છે ગુજરાતના સૌથી ધનિક વિજેતા ઉમેદવાર ? (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 4:01 PM IST

અમદાવાદ : રાજ્યના હાલ 26 ચૂંટાયેલા સાંસદો પૈકી 23 સાંસદ કરોડપતિ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના અહેવાલ પ્રમાણે રાજ્યના 26 વિજેતા ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવાર સામે ગુના નોંધાયા છે. 2014માં નવ સાંસદો, જ્યારે 2019 માં ચાર સાંસદો સામે ગુના નોંધાયા છે. રાજ્યના કરોડપતિ સાંસદોની સંખ્યામાં 2019 ની સરખામણીએ એકનો ઘટાડો થયો છે. 2014માં રાજ્યના 26 પૈકીના 21, જ્યારે 2019માં 22 કરોડપતિ વિજેતા હતા.

  • ત્રીજી વખત વિજેતા પૂનમ માડમની મિલકતમાં સૌથી વધારો નોંધાયો

2024 લોકસભા ચૂંટણીમાં જામનગરથી વિજેતા થયેલા ભાજપના પૂનમબેન માડમની કુલ મિલકતમાં છેલ્લા પાંચ વર્ષમાં 246 ટકા વધારો નોંધાયો છે.

  • ભરૂચ બેઠકથી વિજેતા મનસુખ વસાવાની મિલકતમાં સૌથી વધુ વધારો થયો - ADR

ગુજરાતમાં 2024માં ભરૂચ લોકસભા બેઠકથી સાતમીવાર વિજેતા થયેલા મનસુખ વસાવાની મિલકતમાં 2019 ની સરખામણીએ 2024 માં 273 ટકાનો વધારો નોંધાયો છે. મનસુખ વસાવા કેન્દ્રની સરકારમાં પૂર્વે આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના નેતા રહી ચૂક્યા છે. સતત વિવાદોમાં રહેતા મનસુખ વસાવાએ 2024 ની લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની સામે ભારે રસાકસીમાં જીતી છે.

  • એકથી વધુ ટર્મ સાંસદ રહેલા નેતાની મિલકતમાં વધારો નોંધાયો

2024માં બે કે તેથી વધુ ટર્મથી જીતતા ભાજપના ઉમેદવારોની મિલકતમાં વધારો જોવા મળે છે. 2014 અને 2019 માં રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગાંધીનગરના વિજેતા ઉમેદવાર અમિત શાહની મિલકત છેલ્લા પાંચ વર્ષમાં 63 ટકા વધી છે. જ્યારે કચ્છની અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક પરથી ત્રીજી વખત વિજેતા થયેલા ભાજપના વિનોદ ચાવડાની મિલકતમાં 112 ટકાનો વધારો થયો છે. જૂનાગઢથી ત્રીજી વખત વિજેતા થયેલા રાજેશ ચુડાસમાની મિલકતમાં 208 ટકાનો વધારો નોંધાયો છે. ખેડાથી વિજેતા થયેલા અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણની મિલકતમાં 169 ટકાનો વધારો નોંધાયો છે.

  • ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી. આર. પાટીલની મિલકતમાં ઘટાડો

2019માં રેકોર્ડબ્રેક મતથી વિજેતા થયેલા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની મિલકતમાં 2019 ની સરખામણીએ 2024 માં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2017 ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સી. આર. પાટીલના પ્રદેશ પ્રમુખ પદ હેઠળ ભાજપે મેળવી હતી. 2024માં ગુજરાતની 26 લોકસભા બેઠક પરથી પાંચ લાખ મતની સરસાઈથી જીત મેળવવાનો દાવો સી.આર. પાટીલે કર્યો હતો.

  • રાજ્યમાં પુનઃ વિજેતા થયેલા ચાર ઉમેદવારોની મિલકતમાં આંશીક વધારો

રાજ્યમાં ભાજપ તરફથી પુનઃ વિજેતા થયેલા ચાર ઉમેદવારોની મિલકત પ્રમાણમાં ઓછી વધી છે. 2019 ની સરખામણીએ 2024માં અમદાવાદ પૂર્વના વિજેતા ઉમેદવાર હસમુખ પટેલની મિલકતમાં 16 ટકાનો વધારો થયો છે. ખેડાના વિજેતા ઉમેદવાર મિતેશ પટેલની મિલકત 2019 ની સરખામણીએ 2024માં 43 ટકા, પાટણથી બીજીવારના વિજેતા ઉમેદવાર ભરતસિંહ ડાભીની મિલકતમાં 44 ટકા, બારડોલીના વિજેતા ઉમેદવાર પ્રભુ વસાવાની મિલકતમાં 66 ટકાનો વધારો નોંધાયો છે. દાહોદથી સતત જીતેલા જસવંતસિંહ ભાભોરની મિલકતમાં 79 ટકાનો વધારો નોંધાયો છે.

  • કરોડપતિ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાંસદોની સંખ્યા વધી - ADR

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના અહેવાલ પ્રમાણે 2024 માં ચૂંટાયેલા તમામ પક્ષના સાંસદો પૈકી 46 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પૈકી 31 ટકા ઉમેદવારો સામે તો ગંભીર ગુના નોંધાયા છે. 2019 ની વાત કરીએ તો જેની સામે ગુના નોંધાયા હતા એવા સાંસદોની સંખ્યા 43 ટકા હતી. 2014માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાંસદોની સંખ્યા 34 ટકા હતી, જ્યારે 2009માં 30 સાંસદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2024 ની રોમાંચક ચૂંટણીમાં 543 વિજેતા ઉમેદવારો પૈકી 93 ટકા ઉમેદવાર કરોડપતિ છે. દેશમાં હાલ વિજેતા ઉમેદવારની સરેરાશ મિલકત 46.34 કરોડની છે.

  1. મોદી મંત્રીમંડળ 3.0 : ગુજરાતના કયા સાંસદને મળશે મંત્રીપદ, કયા સાંસદનો છીનવાશે બંગલો ?
  2. ભાજપની ગુજરાતમાં ક્લીન સ્વીપ સામે કોંગ્રેસે મેળવી એક બેઠક, ગુજરાત લોકસભા પરિણામનું વિશ્લેષણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.