સુરત: સહકારથી સમૃદ્ધિના ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ કામરેજ ખાતે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવાના હેતુ સાથે સુરત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અને વન, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કામરેજ ખાતે યોજાઈ હતી.
સહકાર મંત્રાલયની સ્થાપના: પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા બાબત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકમાં સહકાર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
સહકારી આગેવાનો દ્વારા રજૂઆત: એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરાતા જે ખૂબ જ સફળ રહી છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આવનારા દિવસોમાં લાગુ કરાશે. ૧૫ ઓગસ્ટ સુધીમાં સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના સભાસદોના સુ.ડી. કો.બેંકમાં ખાતા ખૂલી જાય એવી સૂચના પણ આપી હતી.બેઠકમાં સહકારી આગેવાનો દ્વારા વિવધ સમસ્યા મુદ્દે રજુઆત પણ કરવામાં આવી હતી.