અમદાવાદઃ કોલકત્તામાં બનેલી દૂષ્કર્મની ઘટનાને પગલે ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા છે. તબીબો ઈમર્જન્સી સેવાઓ ઉપરાંતની સેવાઓથી દૂર થયા છે. હાલ રેસીડેન્ટ ડોક્ટર દ્વારા અચોક્કસ મુદતની હડતાલ નીચે ઉતારવામાં આવી છે. ત્યારે સિવિલ તંત્રએ વ્યવસ્થા કરી ઉભી ઇમરજન્સી સર્વિસમાં કોઈપણ દર્દીને હાલાકી નહીં પડે તેની સવિલ સુપ્રિન્ટેડન્ટે બાહેધરી આપી હતી.
GMERSના ડીનની સલાહ- રાત્રે બહાર નીકળવાનું ટાળો
દેશભરમાં કોલકાતાની દૂષ્કર્મની ઘટનાના આક્રોશ વચ્ચે ગાંધીનગર જીએમઇઆરએસના ડીનનો પત્ર સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓ તથા રેસિડેન્ટ ડોક્ટર્સે એકાંતમાં ન ફરવું જોઇએ. ફરજ દરમિયાન પરિચિત કે અન્ય કર્મીને સાથે રાખવા જોઇએ. રાત્રીના સમયે બહાર જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.
કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા
બહાર જવું જરૂરી હોય તો પરિચિત વ્યક્તિને સાથે રાખવા સૂચના છે. અપરિચિત વ્યક્તિ કે શંકાસ્પદ કોઈ દેખાય તો ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના છે. જેમાં કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. તેમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં વિરોધ શરૂ થયો છે. ત્યારે OPD સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યાં છે. ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા બંધ કરવામાં આવી છે. જેમાં તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તમામ જગ્યાઓ પર આજે તબીબો કામથી અડગા રહી વિરોધ કરી રહ્યા છે. રેસિડેન્ટ ડોક્ટર ડો સુષ્મીતાએ જણાવ્યું છે કે ગાંધીનગર જીએમઈઆરએસ કોલેજ તથા હોસ્પિટલમાં સુરક્ષા છે. પરંતુ ઘટના ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઘટના બને નહીં ત્યાં સુધી ખબર નથી હોતી કે ક્યાં ચૂક છે.