ગાંધીનગર: પોલીસની તૈયારી કરતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. 4422 બિન હથિયારી પુરુષ કોન્સ્ટેબલ, 2178 બિન હથિયારી મહિલા કોન્સ્ટેબલ, 2212 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ, 1090 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા, 1000 હથિયારી પોલીસ એસ.આર.પી પુરુષ કોન્સ્ટેબલ, 1013 જેલ સિપોઈ પુરુષ તેમજ 85 જેલ સિપોઈ મહિલા જગ્યા પર ભરતી કરવામાં આવશે.
-
લોકરક્ષક તથા પીએસઆઇ ભરતી ની જાહેરાત.. pic.twitter.com/f2I8etHTrV
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 12, 2024
30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે: પોલીસ ભરતીના ફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારો માટે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેરાત મુકવામાં આવી છે. આગામી તારીખ 4 એપ્રિલથી અરજી સ્વીકારવામાં આવશે. ઓજસ પર અરજી મંગાવવામાં આવશે. આગામી તારીખ 30 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ છે. ડુપ્લીકેટ અરજી ન થાય તેની તકેદારી પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાખવામાં આવશે. ખાસ કરીને આ વખતે ઉમેદવારોએ અરજીમાં 12 ધોરણની છેલ્લા પ્રયત્નની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે. સાથે માર્કશીટ પણ અરજીમાં અપલોડ કરવાની રહેશે.
કેટલી રહેશે શૈક્ષણિક લાયકાત: લોકરક્ષક દળ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રહેશે. જ્યારે પીએસઆઇ માટે ઉમેદવારની સ્નાતકની લાયકાત માન્ય ગણવામાં આવશે. લોકસભા ચૂંટણીની આચાર સંહિતા ગમે ત્યારે લાગુ થાય તેમ હોવાથી ચોમાસા પછી શારીરિક કસોટી લેવાશે.