નર્મદા: આસુરી શક્તિ ઉપર સત્યની વિજયનો ઉત્સવ એટલે દશેરા માન્યતા છે કે, ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ ઉપરાંત બીજી માન્યતા છે કે, માતા જગદંબાએ મહિષાસુરનો અંત કર્યો હતો. જેથી આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયના પર્વ રુપે ઉજવવામાં આવે છે. જેને દશેરા કે વિજ્યાદશમીના પર્વ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે ઠેર ઠેર રાવણ દહન કરવામાં આવે છે.
અગિયારસના દિવસે રાવણ દહન: નર્મદાના રાજપીપળા શહેરમાં છેલ્લા 45 વર્ષોથી રાવણ દહન દશેરાના દિવસે નહી પણ અગિયારસના દિવસે કરવામાં આવે છે. રાજપીપળાના શ્રીસંસ્કાર યુવક મંડળ અને કાછીયાવાડ સમાજ દ્વારા આશરે 18 ફૂટનો રાવણ બનાવવામાં આવે છે. દશેરાના દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. જેથી હિંદુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાત્રિના સમયે અગ્નિદાહ અપાય નહી, જેને કારણે રાજપીપળામાં કાછીયા સમાજ દ્વારા દર વર્ષે અગિયારસના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.
રાવણ દહન પાછળ છુપાયેલું રહસ્ય: કાછીયા સમાજના લોકો દ્વારા રાજપીપળા શહેરમાં વાજતે ગાજતે ગરબાની રમઝટ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા કાઢવા પાછળ એક રહસ્ય છુપાયેલું છે. આજે સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર સામે આવે છે, ત્યારે જે આરોપી આવી ઘટનાઓને અંજામ આપે છે, તેને પણ રાવણની જે દુર્દશા થઇ તેવી દુર્દશા થશે આ સંદેશ સાથે અને દુષ્કર્મની ઘટનાઓ અટકે તે માટે આ શોભાયાત્રાને આખા શહેરમાં ફેરવવામાં આવે છે. અગિયારસના રોજ રાજપીપળાના કુંભારવાડ ખાતે રાવણ દહન કરવામાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: