બનાસકાંઠા: ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પર્વ પર આજે પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવાનો અવસર જેલ તંત્રએ આપ્યો હતો. જેલમાં બંધ ભાઈઓને જોતા જ બેનના આંખમાંથી આંસુઓ સરી પડ્યા હતા, જોકે બેને રાખડી બાંધી ભાઈ પાસે જે વચન માગ્યું તે વચનમાં ભાઈએ પણ સારા વ્યક્તિ બનીને સમાજમાં સ્થાપિત થવાનું બહેનને આશ્વાસન આપ્યુ હતું.
સમાજમાં રહેતા અમુક લોકો નાની મોટી ભૂલો કરી અને ગુનાહોને અંજામ આપતા હોય છે. જે બાદ તેમને કાનૂની સજા એટલે કે જેલમાં જવું પડતું હોય છે, પરંતુ તહેવારની લાગણીઓ સાથે જેલ તંત્ર પણ આવા તહેવારોને લઈ તેને ઉજવવાની મંજૂરી આપતું હોય છે. પાલનપુરમાં પણ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનોને ભાઈઓને રાખડી બાંધવા માટે જિલ્લા જલે અવસર પૂરો પાડ્યો હતો, જે બાદ બહેનો ભાઈઓને રાખડીઓ બાંધવા અહીંયા જેલ ખાતે પહોંચે હતી.
પાલનપુર જિલ્લા જેલ ખાતેના જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ વીરભદ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો ભાઈને રાખડી બાંધી શકે તેવું આયોજન કરાયું છે. જોકે જે ભાઈઓ નાની મોટી ભૂલો કરી સમાજના મુખ્ય પ્રવાહથી અલગ પડી અને જેલ સુધી પહોંચ્યા છે, તેઓએ પણ રાખડીના બદલામાં આ ભૂલો સુધારી અને સમાજમાં સારા વ્યક્તિ બની મુખ્ય પ્રવાહોમાં જોડાશે તેવું તેમને રાખડીના બદલામાં બહેનોને વચન આપ્યું છે.
આ પણ વાંચો: