થરાદ/બનાસકાંઠા: 'પંછી નદીયા પવન કે ઝોકે કોઈ સરહદ ના ઈન્હે રોકે'. પણ માનવી માટે તો હજારો કિલોમીટરની સરહદો ખેંચાઈ છે, જેથી ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી. વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાને ધુળ ચાટતી કરી દીધા બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા. આવા પરિવારો ઘણા ગુજરાતમાં આવીને વસી ગયા તેમાંથી કેટલાંક પરિવારો 1971 બાદથી બનાસકાંઠાના થરાદમાં વસવાટ કરી રહ્યાં છે. જોકે, રક્ષાબંધનના દિવસે આ પરિવારની બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને રાખડી બાંધી શકતી નથી તેનું દુખ પણ છે. પરંતુ ટેકનોલોજીના સહારે આ દુખ પણ દૂર કરી લે છે. મોબાઈલ દ્વારા વીડિયો કોલ કરીને ભાઈ-બેહન એકબીજાનો ચહેરો જોઈને રક્ષાબંધનની ઉજવણી કરે છે. વીડિયો કોલ દ્વારા જ બહેન પોતાના ભાઈને કંકુ ચાંદલો આરતી કરીને ભાઈને આશીર્વાદ આપે છે, ત્યારે બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે.
ભારત પાકિસ્તાન વચ્ચે 1971 માં યુદ્ધ થતા ભારતના વીર સપૂત જવાનોએ પાકિસ્તાનમાં ઘુશી કબજો મેળવી કારમી હાર આપી હતી. જવાનોએ તેમની વીરતા દેખાડતા પાકિસ્તાન થરથર કાંપી ઉઢયું હતું ત્યારબાદ 1971 અને 1982 માં ઘણા હિન્દુ પરિવાર હોઇ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો જેમાં 100 પરિવારો ભારતમાં આવતા તેમણે વતન ગણી લઈ નાગરિકતા સ્વીકારી હતી.જે પૈકી થરાદના પરિવારો ભારતમાં આવતા થરાદના શિવનગરમાં બ્રાહ્મણ વઝીર દલિત પંડ્યા લુહાર સહિત અનેક પરિવારો વસ્યા છે જોકે 53 વર્ષથી વસતા આ પરિવારોની મહિલા બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધનના પર્વ દિવસે બહેનો આજે પણ રાખડી બાંધી શકતી નથી આવી બહેનોની મુલાકાત લેતા તેમની ભાઈની યાદ સંદર્ભે યાદગીરી રક્ષાબંધનની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુસરી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા.
થરાદની સંતોકબેન,હુઆબેન નામની બહેનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા.પણ હવે એક બીજા મળતા નથી જેથી અમુ રાખડી બાંધવા જઈ શકતા નથી. જેથી અમુક છેલ્લા પાંચ વર્ષથી મોબાઈલ દ્વારા વીડિયો કોલિંગ કરી અને એકબીજાનો ચહેરો જોઈ અને આરતી કંકુ તિલક કરી એકબીજાનો ચહેરો જોઈ અને આશીર્વાદ આપે છે.
45 અને 50 વર્ષથી પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધવામાં વંચિત બહેનોના આંખોમાંથી આંસુસરી પડ્યા હતા.જોકે બહેનોએ પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને વીડિયો કોલ કરી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા જ્યારે હદય ભીંજાઈ જાય તેવા ભાવિક દ્રશ્યો સર્જાયા હતા..
ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધન ભાઈના હાથમાં રક્ષા માટે રાખડી બાંધી ખમ્મા મારા વીર જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો પણ વર્ષોથી ભાઈને રાખડી બાંધી શકતી નથી પરંતુ દર વર્ષે રક્ષાબંધનને દિવસે ભાઈની યાદમાં થાળીમાં રાખડી કંકુ ચોખા સહિત મીઠાઈ રાખી આજે પણ ભાઈ ની યાદ માં તૈયારઓ કરે છે. પરંતુ ભાઈ પાકિસ્તાન હોવાથી આ રક્ષાબંધનની રાખડી તેના સુધી પહોંચતી નથી અને જ્યારથી આધુનિક ટેકનોલોજી આવી ત્યારથી આ મહિલાઓ રક્ષાબંધનના દિવસે વિડીયો કોલ કરીને ભાઈ સાથે વાતચીત કરીને આરતી ઉતારીને એકબીજાને મનની વાત કરીને એકબીજાને ચહેરો જોઈને રડી પડે છે.