મોરબી: SIT દ્વારા રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીના 7 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજુ કર્યા. કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આગામી 21 તારીખ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં રાજેશ મકવાણાની વોર્ડ નંબર 10માં જવાબદારી હોવા છતાં ગુનાના કામે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
રાજેશ મકવાણાની જવાબદારી અન્ય વોર્ડમાં હતી: ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ જાણતા હતા કે, આ બાંધકામ કાયદેસર થઈ શકે તેમ ન હતું. GPMC - 260(2)ની નોટિસ બાદ ગેર કાયદેસર બાંધકામને કાયદેસર ના કરી શકાય. ડીમોલેશનની નોટિસ મળ્યા બાદ બાંધકામને કાયદેસર કરવા માટે રેગ્યુલરાઈઝની અરજી પણ કરી શકે નહીં. અરજદારને વહીવટી તંત્રની નોટિસ મામલે કોઈ વાંધો હોઈ તો તેને સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે. અગ્નિકાંડ સર્જાયા બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકળાયેલા એમ. ડી. સાગઠીયા સહિતનાઓએ ઇમ્પેક્ટને લગતા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા.