ETV Bharat / state

પોલીસ જ બની પોલીસની ફરજમાં રુકાવટ, કોન્સ્ટેબલે આરોપી પુત્રને ભગાડ્યો - Obstruction of police duty - OBSTRUCTION OF POLICE DUTY

રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે તેના જ વોન્ટેડ પુત્રને ભગાડી દેવા પોલીસ સાથે રકઝક કરી કેફી પીણું પીધેલા કોન્સ્ટેબલે વોરંટની બજવણી કરવા આવેલી પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. Obstruction of police duty

રાજકોટમાં કોન્સ્ટેબલે આરોપી પુત્રને ભગાડ્યો
રાજકોટમાં કોન્સ્ટેબલે આરોપી પુત્રને ભગાડ્યો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2024, 5:21 PM IST

રાજકોટ: શહેર પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે તેના જ વોન્ટેડ પુત્રને ભગાડી દેવા પોલીસ સાથે રકઝક કરી કેફી પીણું પીધેલા કોન્સ્ટેબલે વોરંટની બજવણી કરવા આવેલી પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. પોલીસે કોન્સ્ટેબલ, તેના પુત્ર અને તેને બાઇકમાં ભગાડી જનારા કાકા સહિતના ત્રણેયને ઝડપી લીધા હતા.

પોલીસ કોન્સ્ટેબલે વોન્ટેડ પુત્રને ભગાડ્યો: બનાવની મળતી વિગત મુજબ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રિયાઝ મહમદ ભીપૌત્રાએ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આરિફ ઇસ્માઇલ લંજા, તેનો પુત્ર અયાન લંજા અને અયાનને ભગાડી જનારા બાઇકચાલકના નામ આપ્યા હતા. રિયાઝ ભીપૌત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વોરંટ બજાવવાની ફરજ બજાવે છે. શહેરના પોલીસ હેડ ક્વાર્ટર્સમાં રહેતા અયાન આરિફ લંજા સામે અગાઉ કેસ નોંધાયો હતો અને તે કોર્ટની મુદતમાં હાજર રહેતો નહીં હોવાથી કોર્ટે તેનું પકડ વોરંટ ઇસ્યૂ કર્યું હતું.

ફરજ પરના પોલીસકર્મીની ફરજમાં રુકાવટ: કોન્સ્ટેબલ રિયાઝ અને તેના 2 સાથી પોલીસકર્મી પકડ વોરંટની બજવણી કરવા હેડ ક્વાર્ટર્સમાં અયાનના ઘર તરફ જતા હતા. ત્યારે જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર્સ ચોક નજીક અયાન નજરે પડતાં રિયાઝભાઇએ તેને અટકાવ્યો હતો અને પકડ વોરંટ હોય અયાનને પોતાની સાથે પોલીસ સ્ટેશને લઇ જવાની તજવીજ શરૂ કરી હતી. અયાનને લઇ જવા પોલીસકર્મી રિયાઝભાઇએ વોન્ટેડ અયાનનો હાથ પકડતા જ અયાનના કોન્સ્ટેબલ પિતા આરિફ લંજા પોલીસકર્મી રિયાઝભાઇ તરફ દોડી આવ્યા હતા અને અયાનનો હાથ મુકાવી દીધો હતો.

કોન્સ્ટેબલ પિતા પુત્ર અને કાકા સામે ગુન્હો નોંધાયો: હાથ છૂટતાં જ અયાન દોડીને ભાગ્યો હતો અને આગળ ઊભેલા એક બાઇકચાલકની પાછળ બેસી નાસી ગયો હતો. કોન્સ્ટેબલ આરિફ ઇસ્માઇલ લંજાએ વોન્ટેડ પુત્ર અયાનને ભગાડી દેતા અને કોન્ટસ્ટેબલ નશાની હાલતમાં હોય તેવું લાગતા રિયાઝભાઇ સહિતની પોલીસની ટીમે કોન્સ્ટેબલ આરિફને ઝડપી અને તેને પોલીસ મથકે લઇ ગયા હતા.

પોલીસે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી: કોન્સ્ટેબલ આરિફ લંજા નશાખોર હાલતમાં હોવાથી તેનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને કોન્સ્ટેબલ આરિફ તેના પુત્ર અયાન અને ભગાડી જનારા બાઇકચાલક સામે પોલીસની ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજતા પ્રદ્યુમ્નનગર પી.આઇ ભાર્ગવ જનકાંત સહિતની ટીમે ભાગી ગયેલા અયાન અને બાઇકચાલક મદદ કરનારા તેના કાકા મોઇન ગણતરી કલાકોમાં ઝડપી કોર્ટેમાં રજૂ કર્યા હતા.

આ પણ જાણો:

  1. શિક્ષકો સામે કાર્યવાહી કરવા કાંકરેજના MLAએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, કહ્યું... - Letter to Minister of Education
  2. જૂનાગઢમાંથી પકડાયું મેફેડોન ડ્રગ્સ: ધોરાજીના યુવકની સાથે મુંબઈની બે યુવતીઓ પોલીસની પકડમાં - Junagadh mephredone drugs seized

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.