ETV Bharat / state

રાજકોટમાં નવરાત્રિ ગાઈડલાઇન જાહેર: ફાયર NOC સહિત ડિક્લેરેશનની 4 કોપી આપવી ફરજિયાત - Guidelines for Navratri 2024

નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરિણામે ગરબા આયોજકો દ્વારા નવા નિયમો મુજબ ફાયર એનઓસી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજકોટના જુદા-જુદા વિસ્તારમાંથી 15 ગરબા આયોજકો દ્વારા આ માટે અરજી કરવામાં આવી છે. જાણો. Guidelines for Navratri 2024

ફાયર NOC સહિત ડિક્લેરેશનની 4 કોપી આપવી ફરજિયાત
ફાયર NOC સહિત ડિક્લેરેશનની 4 કોપી આપવી ફરજિયાત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 4:05 PM IST

રાજકોટ: શહેરમાં ગરબા આયોજકો દ્વારા નવા નિયમો મુજબ ફાયર NOC લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વસ્તુ યોગ્ય હશે તો મંજૂરી આપવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે. આ મુદ્દે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ, 'નવરાત્રિને લઈને રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારમાં રાસ-ગરબાનાં આયોજન થતા હોય છે. આ પૈકી અત્યાર સુધીમાં 15 આયોજકો દ્વારા ફાયર NOC માટેની અરજી કરવામાં આવી છે.'

ડિક્લેરેશન 4 કોપીમાં આપવાનું છે: વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, 'સરકારની નવી ગાઈડ લાઇન મુજબ ફાયર સેફ્ટીનાં જે સાધનો રાખવાના છે, તેના માત્ર ડિકલેરેશન આપવાના છે. જેમાં અમુક અંતરે ABC ટાઈપનાં ફાયર એક્સટિંગ્વિશર, CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર, રેતીની ડોલ તેમજ પાણીના બેરલ પણ સામેલ છે. આયોજકોએ આ તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું ડિક્લેરેશન 4 કોપીમાં આપવાનું છે. ગરબા આયોજકો દ્વારા મળેલા ડિક્લેરેશન સાથે એક સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. જે પણ ચાર કોપીમાં હશે. આ પૈકીની એક કોપી મનપા પાસે, બીજી પોલીસ પાસે, ત્રીજી PGVCL પાસે અને ચોથી કોપી આયોજકો પાસે રહેશે. આ કોપી દ્વારા PGVCLનું ટેમ્પરરી કનેક્શન પણ મેળવી શકાશે. ડિકલેરેશન મુજબની વ્યવસ્થા છે કે નહીં? તે જોવા માટે ફાયરની ટીમ દ્વારા ગમે ત્યારે ઓચિંતું ચેકિંગ કરવામાં આવશે. આ દરમિયાન કોઈપણ ખામી જણાશે તો તાત્કાલિક તે દૂર કરવાની રહેશે.'

આયોજકોએ આ તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું ડિક્લેરેશન 4 કોપીમાં આપવાનું છે (Etv Bharat Gujarat)

ફાયરના જવાનો સહિતની ટીમ સતત ખડેપગે રહેશે: સામાન્ય રીતે તહેવારોમાં ફાયર વિભાગના કર્મચારીની રજાઓ મંજુર કરવામાં આવતી નથી, જેને લઈને આ નવરાત્રિમાં પણ બધા ફાયર સ્ટેશનોમાં સ્ટેશન ઓફિસર અને ફાયરના જવાનો સહિતની ટીમ સતત ખડેપગે જ રહેશે. કોઈપણ દુર્ઘટના સમયે તાત્કાલિક વધુમાં વધુ ટીમો પહોંચી શકે તે માટેની તમામ તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, એક દિવસની નવરાત્રિ યોજાનાર આયોજકોને પણ આ મંજૂરી લેવી ફરજિયાત હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

  1. હરણી તળાવ બોટ દુર્ઘટના: ગુજરાત હાઇકોર્ટે પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા - Harni Lake boat accident case
  2. સુરતના કિશનભાઈને પાકિસ્તાનના વ્યક્તિમાં થયા ઈમાનદારીના દર્શન, જાણો સમગ્ર મામલો - One Crore Ninety lakh Bracelet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.