રાજકોટ : દિલ્હી ખાતે ખેડૂત કૂચ ચાલી રહી છે જેમાં ખેડૂતો દ્વારા ટેકાના ભાવ તેમજ અન્ય પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને દિલ્હી ખાતે કૂચ કરવા અંગે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં આ બાબતને લઈને ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલીત વસોયાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધતા પોતાની પ્રતિક્રિયા આપ્યું હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને ભાજપની રાજ્ય સરકાર ખેડૂતો પણ દમન કરી છે અને તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે અને લોકશાહીની હત્યા કરી રહી છે. લલીત વસોયા (રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)
માંગણીઓને લઈને લડત આપવી જોઈએ : જે રીતે લલીત વસોયા પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે વધુમાં જણાવ્યું છે કે, દેશના ખેડૂતોને તેમના વિસ્તારમાં રહી આંદોલનનો માર્ગ અપનાવવા માટેનું પણ આહવાન કર્યું છે. વધુમાં તેમને જણાવ્યું છે કે, જે રીતે ભૂતકાળમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ આંદોલન કરી કેન્દ્ર સરકારને ઝુકાવી છે તેમ ફરી વખત ખેડૂતોએ સાથે રહીને ખેડૂતોએ તેમની માંગણીઓને લઈને લડત આપવી જોઈએ.
શાસકો પર સીધુ નિશાન : ખેડૂતોના આંદોલનને લઈને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે આપેલી પ્રતિક્રિયાની અંદર સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, કેન્દ્રની સરકાર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂતો પર દમન કરી રહી છે તેવું નિવેદન આપ્યું છે. આ સાથે જ ખેડૂતોને પણ આહવાન કર્યું છે કે સૌ કોઈ ખેડૂતો સાથે મળી કેન્દ્ર સરકાર સામે લડીશું તો ફરી વખત જીત મેળવશું તેવું પણ જણાવ્યું છે. આ સાથે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો પર સીધુ નિશાન સાધતાં જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના શાસકો ડરપોક છે તેવું નિવેદન લલીત વસોયાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે ત્યારે ખેડૂતો પોતાની માંગને લઈને રોડ ઉપર અડગ રીતે ઉતરશે તો કેન્દ્ર સરકાર ફરી એક વખત જુકીને ખેડૂતોની માંગ સ્વીકારશે તેવું પણ લલીત વસોયાએ જણાવ્યું છે.