ETV Bharat / state

જેતપુરમાં ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને પાણી ભેળવી દેનાર ગેંગ ઝડપાઈ - Rajkot News - RAJKOT NEWS

રાજકોટ રૂરલ એલ.સી.બી. દ્વારા ટેન્કરમાં પાણી ભેળવીને દૂધની ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. જાણો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 3:56 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

રાજકોટઃ જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે એક હોટલના મેદાનમાં માહી મિલ્ક ડેરીમાં દૂધ લઈને આવતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી કરવાનું કારસ્તાન એલ.સી.બી. દ્વારા ઝડપી લેવાયું છે. જેમાં 6 શખ્સોને 2 ટેન્કર, 1 બોલેરો પીકઅપ જીપ સહિત કુલ 24,43,000/-ના મુદ્દામાલ સાથે પોલીસે પકડ્યા છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટનાક્રમઃ માહી દૂધ ડેરી તેમજ ટેન્કર માલિકોની જાણ બહાર આ દૂધની ચોરીને અંજામ આપવામાં આવતો હતો. જેમાં પાણી ભેળસેળ કરી વિશ્વાસઘાત કરવાના આ ગુનામાં બંને ટેન્કરના ડ્રાઈવર બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબ યાદવને દૂધ ચોરીના રુપિયા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. મોટા ટેન્કરમાંથી દૂધ ચોરીના 7000 જ્યારે નાના ટેન્કરમાંથી દૂધ ચોરીના 3000 રૂપિયા મળ્યા હતા. દૂધની ચોરી કરનાર હીરાભાઈ ગોવિંદભાઇ કલોતરા, અર્જુન રમેશભાઈ ભારાઈ અને જશભાઈ ગોવિંદભાઇ કલોતરા તેમજ આ દૂધની ચોરી અને ભેળસેળનું નક્કી કરાવનાર બાલો ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડિયાતર જેને પકડવાનો હજુ બાકી છે. ચોરી માટે બંને પક્ષોને જગ્યા પૂરી પાડનાર હોટેલનો ભોગવટો કરનાર ભીખુભાઇ ઘેલાભાઇ રામાણીની પણ ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત પોલીસે 2 ટેન્કર, 1 બોલેરો પીકઅપ જીપ સહિત કુલ 24,43,000/-ના મુદ્દામાલ સાથે પોલીસે પકડ્યા છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પોલીસ કાર્યવાહીઃ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે જૂનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટેલના મેદાનમાં બહારગામથી દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી થતી હોવાની એલ.સી.બી. પોલીસ ટીમને બાતમી મળી હતી. જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, આ બાતમીને આધારે એલસીબીએ વોચ ગોઠવતા 2 ટેન્કરોમાંથી દૂધની નોઝલ હોય ત્યાં સીલ મારેલ હોય એટલે તે જગ્યાને બદલે ઉપર ઢાંકણ હોય તે ઢાંકણને લોખંડના સળિયા વડે થોડું ઉંચુ કરી તેમાં પ્લાસ્ટીકની નળી નાંખી ઈલેક્ટ્રિક મોટર વડે દૂધની ચોરી કરવામાં આવી રહી હતી. એલ.સી.બી. પણ વોચમાં હતી એટલે તરત જ એલ.સી.બી. દ્વારા સ્થળ પર જ દૂધની ચોરી કરી જેટલું દૂધ ટેન્કરોમાંથી કાઢ્યું હોય તેટલું જ તેમાં પાણી ભેળવી દેવાની ચોરી પકડી પાડી હતી. જે વાહનમાં ચોરેલ દૂધ ઠાલવવામાં આવતું હતું તે 500 લીટર ચોરેલ દૂધ સાથેની બોલેરો પીકઅપ જીપ પણ ત્યાંથી પકડી પાડી છે.

  1. હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર એક મહિલા સહિત પાંચને પોલીસે દબોચ્યા - honeytrap case
  2. રાજકોટ ન્યૂઝ: ડુપ્લીકેટ અલ્ટ્રાટેક સિમેન્ટ બનાવવાની ફેક્ટ્રી ઝડપાઈ, 33 બોરી નકલી સિમેન્ટ સહિતની સામગ્રી સાથે શખ્સની કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.